માલિકના પેગમાંથી બચેલી શરાબ પીને કૂતરો બન્યો શરાબી, તેને કર્યો વ્યસન મુક્ત

કેનાઇન આલ્કોહોલની ટેવના એક દુર્લભ કિસ્સામાં, UKમાં એક કૂતરાને એક સંસ્થાએ નશા મુક્ત કરી લીધો છે. આ કૂતરાને તેના ભૂતપૂર્વ માલિક પાસેથી દારૂ પીવાની લત લાગી હતી. માલિક સૂઈ ગયા બાદ તેના પેગમાં બચેલો દારૂ પીને તે નશામાં ગરકાવ થઈ ગયો હતો. બે વર્ષનો કોકો ડ્રગ ફ્રી થયા બાદ હવે શાંત છે. દારૂના વ્યસનની સારવાર મેળવનાર તે પ્રથમ કૂતરો બની ગયો છે.

મીડિયાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, કોકો, જે હવે બે વર્ષનો લેબ્રાડોર રીટ્રીવર છે, તેને તેના માલિકના મૃત્યુ બાદ અન્ય કૂતરા સાથે પ્લાયમાઉથ, ડેવોનમાં વુડસાઇડ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે.

પ્રાણી કલ્યાણ ચેરિટીના ફેસબુક પેજ મુજબ, તેમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, કોકોનો સાથી, બીજો અન્ય કૂતરો મૃત્યુ પામ્યો હતો. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, જ્યારે બંને કૂતરાઓને ટ્રસ્ટને સોંપવામાં આવ્યા ત્યારે તેમને ફિટ આવવા લાગ્યા હતા. ટ્રસ્ટે અહેવાલ આપ્યો છે કે, કોકો હવે 'સંપૂર્ણ સ્વસ્થ થવાના માર્ગ પર છે.'

તેની ફેસબુક પોસ્ટમાં, ટ્રસ્ટે કહ્યું, 'કોકો ગંભીર રીતે બીમાર હતો. તેને ચોવીસ કલાક સંભાળની જરૂર હતી. તેના લક્ષણો પરથી તે સ્પષ્ટ હતું કે તેને ડ્રગ ફ્રી રહેવાની જરૂર છે. આ પ્રક્રિયામાં, તેને જોખમમાંથી બહાર કાઢવા માટે તેને ચાર અઠવાડિયા સુધી બેભાન રાખવો પડ્યો હતો.'

ટ્રસ્ટે લખ્યું છે કે, અહીં આવ્યા બાદ તે પોતાના પાર્ટનર સાથે બીમાર રહેવા લાગ્યો હતો. જો કે, કોકોએ હવે તમામ દવાઓ બંધ કરી દીધી છે અને તેણે સામાન્ય કૂતરા જેવું વર્તન કરવાનું શરૂ કર્યું છે.

ટ્રસ્ટે કહ્યું કે, 'તે હજી સુધી દત્તક લેવા માટે તૈયાર નથી અને અત્યારે તે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગયો હોય તેવું લાગે છે, પરંતુ માનસિક રીતે તે હજી પણ ઘણી વખત ખૂબ જ બેચેન રહે છે.'

બચાવ કેન્દ્રે સમજાવ્યું કે, ડનરોમિન સ્પેશિયલ કેર યુનિટ દ્વારા દત્તક લેવા માટે મૂકવામાં આવે તે પહેલાં તેને ઘર જેવા વાતાવરણમાં પાછા આવવાની પ્રક્રિયામાંથી ધીમે ધીમે પસાર થવાની જરૂર પડશે. 'તેના સામાન્ય વાતાવરણમાં પાછા ફરવા અને એકંદર આનંદિત રહેવામાં ચોક્કસપણે ફરક પડ્યો છે.'

'કોઈને ખબર નથી કે આ શ્વાન દારૂના નશામાં કેવી રીતે આવી ગયો, પરંતુ અમે જાણીએ છીએ કે અમારી કાળજી વિના કોકો કદાચ આ ખુબ જ સખત એવી આ અગ્નિપરીક્ષામાંથી બચી ન શક્યો હોત.'

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.