
77 વર્ષના એક વ્યક્તિની અંતિમ યાત્રા JCB પર નીકળી હતી. JCBના આગલા હિસ્સામાં તેનું કોફિન રાખવામાં આવ્યું હતું અને સ્મશાન સુધી લઇ જવાયું હતું. તેની અંતિમ યાત્રામાં ઘણા બધા લોકો ઉમટ્યા હતા. મૃતકની પૌત્રીએ તેની પાછળનું કારણ પણ કહ્યું છે. આ કેસ વેલ્સના Wrexhamનો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મૃતકનું નામ રેમંડ એલ્બર્ટ ગુડલેટ છે. કેન્સર સાથેની લડાઇ બાદ તેમનું નિધન થયું હતું. રેમંડ JCB ચાલક હતા. તેમણે લગભગ 60 વર્ષો સુધી JCB દ્વારા ખોદકામ કર્યું હતું. તેમને આ મશીન સાથે ઘણો લગાવ હતો. રેમંડની ઇચ્છા હતી કે તેમની અંતિમ યાત્રામાં પણ JCB સાથે રહે.
તેથી તેમની અંતિ ઇચ્છા પુરી કરવા માટે તેમના મૃતદેહને JCB પર મુકીને સ્મશાન સુધી લઇ જવામાં આવે. JCBની પાછળ ઘણા બધા લોકો ચાલી રહ્યા હતા. તેમની અંતિમ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રેમંડનું નિધન ગયા વર્ષે ઓક્ટોબરમાં થયું હતું.
તેમની પૌત્રી, લોરેન ગુડલેટે રોસેટ ગામમાં રેમંડની અંતિમ યાત્રાને રેકોર્ડ કરી. તેણે કહ્યું કે, દાદાને શ્રદ્ધાંજલિ આપવા માટે મૃતદેહને JCBથી લઇ જવામાં આવ્યો હતો. કેન્સર સાથેની તેમની લડાઇ ઘણી કઠિન હતી. આ લાંબી લડાઇમાં તેઓ આખરે હારી ગયા અને તેમણે દેહત્યાગ કર્યો હતો.
Moment JCB digger carries coffin of retired machine driver through his village in fitting tribute https://t.co/iLkujRfNi0
— Daily Mail U.K. (@DailyMailUK) January 6, 2023
અંતિમ યાત્રાની તસવીરોને જોઇ શકાય છે કે, કેવી રીતે રેમંડના મૃતદેહની પાછળ લોકો ચાલી રહ્યા છે. ગાડીઓનો કાફલો પણ સાથે ચાલી રહ્યો હતો. તેમના કોફિન પર ફૂલ પણ મૂકેલા હતા. તેમના એક મિત્રએ કહ્યું કે, રેમંડને ઘણા સમયથી JCBનો શોખ હતો. તેમણે આખું જીવન JCBની નોકરી કરીને જ વિતાવ્યું છે. તેમની ઇચ્છા એ જ હતી કે તેમના છેલ્લા સમયમાં પણ JCB તેમની સાથે જ હોય.
રેમંડની અંતિમ યાત્રામાં તેમના ગામના ઘણા બધા લોકો જોડાયા હતા. તેમના ખાસ મિત્રો, તેમની સાથે કામ કરી ચૂકેલા તેમના સાથી કર્મીઓ, તેમના પરિવારજનો અને ઘણી બધી કારો પણ તેમની અંતિમ યાત્રામાં સાથે ચાલી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp