જે યુવતીનું કિડનેપ કરીને હમાસના આતંકીઓએ નગ્ન કરીને પરેડ કાઢી હતી તે જીવતી છે?

PC: news24online.com

ઇઝરાયલ પર હુમલો કર્યા પછી હમાસના આતંકવાદીઓએ એક યુવતી પર જે અત્યાચાર કર્યો હતો તેના દુનિયાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આતંકવાદીઓએ યુવતીને નગ્ન કરીને પરેડ કાઢી હતી. હવે એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ યુવતી જીવતી છે અને આ દાવો તેણીની માતાએ કર્યો છે.

ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ હમાસના આતંકવાદીઓ એક સંગીત સમારોહમાં ઘૂસી ગયા હતા. તેઓએ અહીં ઓછામાં ઓછા 260 લોકોની હત્યા કરી હતી. આતંકીઓએ અહીંથી મોટી સંખ્યામાં લોકોનું અપહરણ પણ કર્યું હતું. સોશિયલ મીડિયામાં લોકો સાથે આતંકવાદીઓની બર્બરતાના અનેક વીડિયો વાયરલ થયેલા છે. એવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેણે આખી દુનિયાને હચમચાવી નાંખી હતી. આ વીડિયોમાં હમાસના આતંકવાદીઓ એક યુવતીના શરીર પર બેસીને ઉજવણી કરતા જોવા મળે છે. આ યુવતીને ટ્રક પર રાખીને પરેડ કાઢવામાં આવી હતી ત્યારે યુવતીના શરીર પર એકેય વસ્ત્ર નહોતા.

ડેઈલી મેઈલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ છોકરીની ઓળખ થઈ ગઈ છે. તેનો પરિવારે તેને ટેટૂ અને વાળથી ઓળખી હતી.આ છોકરી છે જર્મન ટેટૂ આર્ટિસ્ટ શાનિ લાઉક છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ શાનિની હત્યા કરી હતી અને તેની લાશની પરેડ કરી હતી.

પરંતુ હવે શાનિની માતાએ ચોંકાવનારી જાણકારી આપી છે. તેણીએ દાવો કર્યો હતો કે તેની પુત્રી જીવિત છે અને મરી નથી. જર્મન ન્યૂઝ આઉટલેટ Der Spiegel ના અહેવાલ મુજબ, શાનિની માતા રિકાર્ડાએ ઇન્ટરનેટ પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

શાનિની માતાએ વીડિયોમાં કહ્યું છે કે ગાઝા પટ્ટી પર રહેનારા એક ફેમિલી ફ્રેન્ડે માહિતી આપી છે કે તેમની દીકરી જીવિત છે અને હમાસની એક હોસ્પિટલમાં દાખલ છે. એ પછી માતાએ જર્મનીની સરકારને પોતાની પુત્રીની સુરક્ષિત પાછી લાવવા માટે વિનંતી કરી છે.

વીડિયોમાં માતા કહી રહી છે કે અમને માહિતી મળી છે કે તે જીવિત છે પરંતુ તેને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેની હાલત ગંભીર છે. દરેક મિનિટ મુશ્કેલ છે. અને અમે જર્મન સરકારને તાત્કાલિક કંઈક કરવાની માંગ કરીએ છીએ. આવા સમયે અધિકારક્ષેત્રના પ્રશ્ન પર ચર્ચા ન થવી જોઈએ. શાનિને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે.

તેણી આગળ કહે છે કે, આખા દેશને મારી વિનંતી છે કે મારી શાનિને સ્વસ્થ પાછી લાવવામાં મારી મદદ કરો. પરિવારને આ માહિતી આપનાર નિષ્ણાતનું કહેવું છે કે તેમને પણ શાનિને મળવા હોસ્પિટલ જવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. શાનિના પરિવારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને બેંક તરફથી માહિતી મળી છે કે તેમની પુત્રીના ક્રેડિટ કાર્ડનો ગાઝામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કોઈએ તેનો સામાન પણ લૂંટી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp