છોકરીઓ એકબીજાને લાતો અને મુક્કા મારી રહી હતી, પોલીસવાળાએ એવું કર્યું કે બધી ભાગી

PC: twitter.com/CatchUpFeed

આધુનિક યુગના જમાનામાં દુનિયા એટલી નાની બની ગઈ છે કે, દુનિયાના બીજા છેડે શું થઇ રહ્યું છે તેની માહિતી કે સમાચાર થોડી જ વારમાં ખબર પડી જાય છે. મોબાઈલના યુગમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અવનવા સમાચારો, વીડિયો એવા વહેતા થઇ જાય છે કે, જાણે આપણી આસપાસ જ આ ઘટના બની હોય, એમાં અમુક વીડિયો એવા હોય છે કે, એમાં આપણે શું રીએકશન આપવું તેની પણ ખબર પડતી નથી. 

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલીક છોકરીઓ રસ્તાની વચ્ચે લાતો અને મુક્કાથી એકબીજા સાથે ખરાબ રીતે લડી રહી છે. આ વીડિયોમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એક પોલીસકર્મી ત્યાંથી પસાર થાય છે. ત્યાં પોલીસકર્મી એવું કામ કરે છે કે યુવતીઓની હાલત એક સેકન્ડમાં બગડી જાય છે. 

સોશિયલ મીડિયા પર રોજ નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે જે ક્યારેક આશ્ચર્યચકિત કરી દે છે, ક્યારેક ડરાવી દે છે, તો ક્યારેક હસાવે છે. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલીક યુવતીઓ રસ્તા વચ્ચે જોરદાર લડાઈ કરી રહી છે. આ છોકરીઓ એકબીજાના વાળ અને કપડા ખેંચી રહી છે. તેઓ એકબીજાને લાત અને મુક્કાઓ વડે મારી રહી છે. એક નજરે એવું લાગે છે કે, જાણે બધા એકબીજાને મારી જ નાખશે. 

પરંતુ વિડિયો અહીં પૂરો થતો નથી. વિચિત્ર વસ્તુ તો આગળ જોવા મળશે. વીડિયોમાં અચાનક એક પોલીસકર્મી લડતી યુવતીઓની નજીક આવે છે. તે ન તો તેમને અલગ કરે છે અને ન તો તેમની ધરપકડ કરે છે. તેના બદલે, તે તેમના પર મરીનો સ્પ્રે છાંટે છે. આસપાસના લોકો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. 

આવી સ્થિતિમાં, આવી સ્થિતિમાં તે છોકરીઓ એકબીજાના વાળ છોડીને ઉધરસ ખાતી ખાતી છૂટી પડી જાય છે. આ પછી, એવું જોવા મળે છે કે આગળ જઈને કેટલીક છોકરીઓ ફરીથી એકબીજા સાથે લડાઈ કરવા માંડે છે અને એકબીજાને લાતો મારી રહી છે. દરમિયાન, તે પોલીસમેન ફરીથી ત્યાં પહોંચે છે અને ફરી તેમના પર મરીનો સ્પ્રે છાંટીને આગળ વધે છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ વીડિયોની કોમેન્ટમાં કેટલાક લોકોએ તેને મિસૌરીના કંસાસ સિટીનો હોવાનું જણાવ્યું છે. 

ખૂબ જ વિવાદાસ્પદ હોવા છતાં, ઘણા લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો આ પોલીસકર્મીના વખાણ કરી રહ્યા છે, તો ઘણા લોકો છોકરીઓની આ લડાઈને એન્જોય કરી રહ્યા છે. વીડિયોમાં ભીડથી ભરેલો રસ્તો છે, પરંતુ યુવતીઓની લડાઈને રોકવાનો પ્રયાસ કરતું કોઈ દેખાતું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp