26th January selfie contest

પતિએ રજાઇમાં છુપાવ્યા આટલા પૈસા, રજાઇને ધોઈને સુકવતાં જ પત્ની ચોંકી ગઇ

PC: scmp.com

સોશિયલ મીડિયા પર કોઈને કોઈ સ્ટોરી વાયરલ થતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર પતિ-પત્ની સાથે જોડાયેલી વાતોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. ક્યારેક બંનેની લડાઈની વાતો સામે આવે છે તો, ક્યારેક બંને વચ્ચેની લડાઈના વીડિયો પણ વાયરલ થઈ જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પતિ-પત્નીની લડાઈને બદલે એક પત્નીએ તેના પતિને એવી રીતે ચોરી કરતા પકડ્યો કે, લોકો સોશિયલ મીડિયા પર પતિની મજા લેવા લાગ્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના અનહુઈ પ્રાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિએ તેનાથી છુપાવીને રજાઇમાં પૈસા રાખ્યા હતા, તે પણ હજાર-બે હજાર નહીં, પરંતુ પતિએ તેની પત્નીની ચોરીછૂપીથી રજાઇમાં લાખો રૂપિયા છુપાવ્યા હતા.

આ બાબતો ત્યારે સામે આવી, જ્યારે પત્નીએ રજાઇ ધોઇને સુકવવા માટે બાલ્કનીમાં મૂકી હતી. વાસ્તવમાં, રજાઇ ધોયા પછી પત્નીએ તેને સુકવવા માટે બાલ્કનીમાં મૂકી, રજાઇ બાલ્કનીમાં મૂકતા જ નોટોનો વરસાદ શરૂ થયો. આ બધું જોઈને પત્ની સમજી ન શકી કે, અચાનક ક્યાંથી નોટોનો વરસાદ શરૂ થઈ ગયો.

આટલું જ નહીં બાલ્કનીમાં રજાઇ મુકતા જ પૈસા નીચે પડવા લાગ્યા, પત્ની નીચે રહેતા લોકોના ઘરેથી પૈસા લઈ આવી. નોટોનો વરસાદ જોઈને પત્ની સમજી ન શકી કે, આવું કેવી રીતે થઈ શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ પાછળથી જણાવ્યું કે, આ પૈસા બીજા કોઈએ નહીં પણ તેના પતિએ રજાઈમાં છુપાવ્યા હતા. રજાઇમાં લગભગ 3.59 લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, તેનો વીડિયો દેશના સ્થાનિક મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. એક મહિલા તેના પડોશીને કહે છે, 'એક મિનિટ રાહ જુઓ, હું નીચે આવીને પૈસા લઈશ.' મહિલાએ પાછળથી જણાવ્યું કે, તેના પતિએ આ પૈસા રજાઇની અંદર છુપાવીને રાખ્યા હતા. તેણે 4400 ડોલર (લગભગ 3.59 લાખ રૂપિયા) રાખ્યા હતા. ત્યાર પછી પતિએ આ વાત સ્વીકારી લીધી હતી. હવે લોકો સોશિયલ મીડિયા પર આ મામલે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

એક યુઝરે કહ્યું, 'હજારો યુઆન ઉડતા જોઈને પત્નીના હાથ ધ્રૂજવા લાગ્યા હશે.' અન્ય એક યુઝરે કહ્યું, 'પત્ની દેવી જેવી છે, જેણે નોટોનો વરસાદ કર્યો હતો.' જોકે ઘણા લોકોએ તેના પતિ પર પણ પ્રહારો કર્યા હતા.

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે મજાક કરતા લખ્યું, 'ભાઈ, કોઈ એ પણ કહે કે રજાઈ ધોયા પછી બિચારા ગરીબ પતિ પણ ધોલાઈ થઇ કે નહિ.' લખન નામના યુઝરે લખ્યું, મુજ કો રાણાજી માફ કરના, ગલતી મારે સે હો ગઈ. અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું કે, ભાઈ, કાળું નાણું તો નહોતું ને? શુભમ નામના યૂઝરે કહ્યું કે, આ કારણે જ કહેવામાં આવ્યું છે કે, પત્ની સુંદર નહીં પણ દિમાગવાળી હોવી જોઈએ. અભિનવ નામના યુઝરે લખ્યું, 'મારી સાથે પણ આવું થયું છે ભાઈ, મેં મહેનત કરીને સુવાના ગાદલા નીચે પૈસા બચાવીને જમા કર્યા હતા અને એક દિવસ મારી પત્નીને મળી ગયા. જે ફરી મને મળ્યા ન હતા.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp