26th January selfie contest

પ્રેમીનું મૃત્યુ નજીક હતું છતાં પ્રેમિકાએ કર્યા લગ્ન, થોડા દિવસોમાં થયું મૃત્યુ

PC: aajtak.in

એક મહિલાએ તેની બાળપણના પ્રેમી સાથે હોસ્પિટલમાં લગ્ન કર્યા. લગ્નના થોડા દિવસો બાદ પ્રેમીનું મૃત્યુ થયું હતું. તે ગંભીર બીમારીથી પીડાતો હતો. તેની પાસે બહુ ઓછો સમય હતો. આ વાત જાણતી હતી છતાં મહિલાએ તેની સાથે લગ્ન કરી લીધા. કારણ કે તેણે બાળપણમાં જ તેના પ્રેમી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કપલની આ અનોખી લવસ્ટોરી ચર્ચામાં છે.

એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ, 35 વર્ષની પેજેન અરમાનાસ્કો અને 36 વર્ષનો બ્રેન્ડેન, બાળપણના મિત્રો હતા. બાદમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. રિલેશનશિપમાં આવ્યા બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેને ત્રણ બાળકો પણ છે. લગ્ન માર્ચ 2023માં થવાના હતા. પરંતુ તે દરમિયાન, બ્રેન્ડેનની હાલત બગડવા લાગી.

ખરેખર, 2017માં, બ્રેન્ડેન ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી નામની ગંભીર બીમારીનો શિકાર બન્યો હતો. તે હૃદયના સ્નાયુનો રોગ છે. આ કારણે, બ્રેન્ડેનને હોસ્પિટલના ચક્કર લગાવવા પડ્યા. જો કે, બ્રેન્ડેન અને તેની ગર્લફ્રેન્ડ પેજેન બંનેને ખાતરી હતી કે એક દિવસ તો આ રોગ મટી જશે. તેથી જ તેઓએ ધામધૂમથી લગ્ન કરવાનું આયોજન કર્યું હતું.

પણ ઉપરવાળાને કંઈક બીજું જ મંજૂર હતું. ડૉક્ટરોએ કહ્યું કે, બ્રેન્ડન લાંબું જીવશે નહીં. તેના જીવનના થોડા જ દિવસો બાકી છે. આ સાંભળીને પેજેન સાવ ભાંગી પડી. તેના સપના ચકનાચૂર થઈ ગયા. જો કે, તો પણ તેણે બ્રેન્ડેન સાથે લગ્ન કરવાના પોતાના નિર્ણયને અમલમાં મૂકવાનું શરૂ કર્યું.

લગ્નની તારીખ માર્ચ 2023 હતી. પરંતુ બ્રેન્ડેનની હાલત બગડતી જોઈને પેજેને હોસ્પિટલમાં જ લગ્ન કરવાની યોજના બનાવી. મેડિકલ સ્ટાફની પરવાનગી મળ્યા બાદ કપલે ફક્ત નજીકના લોકોની સામે જ લગ્ન કરી લીધા. લગ્નની તસવીરોમાં બ્રેન્ડેન ICUમાં બેડ પર સૂતેલો છે, જ્યારે પેજેન દુલ્હનના ગેટઅપમાં છે.

પેજેન કહે છે, અમે જાણતા હતા કે બ્રેન્ડેન ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે, પરંતુ આશા નહોતી કે આટલું જલ્દી થશે. ગયા વર્ષે નવેમ્બરમાં હાર્ટ એટેક આવ્યા બાદ બ્રેન્ડનને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં તેને વધુ પાંચ હુમલા થયા જે પછી તેનું મૃત્યુ થયું.

પેજેન કહે છે કે, ડૉક્ટરોને ફોન આવ્યો કે બ્રેન્ડેનની હાલત ખૂબ જ નાજુક સ્થિતિમાં પહોંચી ગઈ છે. તેની પાસે માત્ર થોડા કલાકો બાકી છે. આ સાંભળીને તેની આંખોમાં આંસુ સાથે તે ઘરની બહાર હોસ્પિટલ તરફ નીકળી ગઈ. તેણે જેમ તેમ મેકઅપ કર્યો, વેડિંગ ગાઉન પહેર્યું અને ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ પહોંચી ગઈ.

અહીં, મેડિકલ સ્ટાફ અને તેમના ત્રણ બાળકોની હાજરીમાં, તેઓએ ICUમાં બ્રેન્ડેન સાથે લગ્ન કર્યા. આ દરમિયાન બધા ભાવુક થઈ ગયા હતા. તેણે પોતાના અનોખા લગ્ન પણ ફેસબુક પર લાઈવ પણ કર્યા હતા. લગ્નના થોડા દિવસો પછી બ્રેન્ડેનનું અવસાન થયું.

પેજેન કહે છે, બ્રેન્ડેન એક પ્રેમાળ અને વફાદાર સાથી હતો. તે દરેક અર્થમાં સાચા સાથી હતો. હંમેશા તેની આસપાસના દરેકને હસાવતો. અમે તેને ખૂબ જ યાદ કરીશું. હું જાણું છું કે તે અમને જોઈ રહ્યો હશે. તમને પ્રેમ કરું છું બ્રેન્ડેન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp