દુનિયાની પહેલી કોરોના વેક્સીન બનાવનારની રશિયામાં હત્યા, ખૂનીએ કારણ જણાવ્યું

PC: facebook.com/jacobin269

રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક V બનાવનારી વૈજ્ઞાનિકોની ટીમમાંના એકની બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવે છે. મરનાર વૈજ્ઞાનિકનું નામ Andrey Botikov છે.  આ વૈજ્ઞાનિકનું રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 2021માં વેક્સીન પર ઉત્કૃષ્ટ કામ કરવા બદલ સન્માન કર્યું હતું.

Andrey Botikov

કોવિડ-19 મહામારીને રોકવા માટે દુનિયામાં પહેલી રજિસ્ટર્ડ થયેલી વેક્ટર વેક્સીન સ્પુતનિક Vને તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા Andrey Botikovની શનિવારે પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે.હવે આ કેસમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષના યુવકે દલીલ દરમિયાન Botikovનું ગળું દબાવી દીધું હતું અને ફરાર થઇ ગયો હતો. હત્યાની તપાસ કરી રહેલી રશિયન ઇન્વેસ્ટિગેટિવ ઓથોરિટી કમિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હત્યાના ગુનેગાર પાસે પહેલાથી જ ગંભીર ગુનાઓનો રેકોર્ડ છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, રશિયન કોવિડ-19 રસી સ્પુટનિક V બનાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિકોમાંના એક Andrey Botikovની શનિવારે રાજધાની મોસ્કોમાં તેમના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.પોલીસે ઘટનાના થોડા જ કલાકોમાં એક શકમંદની ધરપકડ કરી હતી તે પછી એને દોષિત માનવામાં આવ્યો છે.

Andrey Botikov

રશિયન સમાચાર એજન્સીના કહેવા મુજબ, મોસ્કોની ખોરોશેવો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શંકાસ્પદ વ્યક્તિએ કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને કોર્ટે દોષિતને 2 મે સુધી કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો  છે. 47 વર્ષના રશિયન વૈજ્ઞાનિક Andrey Botikov ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં સિનિયર સંશોધક તરીકે કામ કરી રહ્યા હતા.

સમાચાર એજન્સી TASSના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક આંદ્રેની હત્યા સામાન્ય બોલાચાલીમાં થઇ છે. આંદ્રેના ફ્લેટમાં બોલાચાલી થતા હત્યારા Alexey Vladimirovich Zmanovsky એ આંદ્રેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.

વાઇરોલોજિસ્ટ Andrey Botikov ને કોવિડ વેક્સીન પરના તેમના કાર્ય માટે 2021 માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ઓર્ડર ઓફ ધ ફાધરલેન્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાં સામેલ હતા જેમણે 2020માં વિશ્વની પ્રથમ રજીસ્ટર્ડ વેક્ટર વેક્સીન સ્પુટનિક V બનાવી હતી.

સ્પુટનિક એ એડેનોવાયરસ વાયરલ વેક્ટર છે. આ રસી રશિયામાં ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા વિકસાવવામાં આવી છે. કોવિડ-19ની રોકથામ માટે 11 ઓગસ્ટ 2020 ના રોજ રશિયન આરોગ્ય મંત્રાલય દ્વારા સ્પુટનિક Vનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp