આ દેશમાં રહે છે દુનિયાના સૌથી રોમેન્ટિક લોકો, ટોપ-10 દેશોની લિસ્ટ થઈ જાહેર

સરવેના માધ્યમથી અનેક માહિતીઓ આપણી સામે આવે છે. હાલમાં જ એક ચોંકાવનારો વિશ્વસ્તરીય સરવે કરવામાં આવ્યો હતો, જેનાથી એ માહિતી મળી કે, દુનિયાનો સૌથી રોમેન્ટિક દેશ કયો છે, જ્યાં સૌથી વધુ રોમેન્ટિક લોકો રહે છે.
એક સરવેમાં સ્કોટલેન્ડના લોકો દુનિયાના સૌથી સારા લવર માનવામાં આવ્યા છે. સરવેમાં સહભાગી થનાર બ્રિટનના 2,000 લોકોએ સ્વીકાર્યું છે કે, રોમેન્ટિક હોલીડે પર જતા લોકોમાં સ્કોટીશ લોકો દુનિયાના બેસ્ટ લવર હોય છે. રિસર્ચ અનુસાર, સ્કોટલેન્ડના લોકો આ મામલામાં બ્રિટીશ, વેલ્શ અને આઈરીશથી લઈને ફ્રેન્ચ, ઇટાલિયન અને અમેરિકન લોકોને પાછળ છોડી દીધા છે.
આ ક્વિઝમાં સહભાગી થનાર લોકોથી પોતાની હોલીડે ફ્લિંગ્સને 1 થી 10ના સ્કેલ પર રેન્ક આપવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં અનેક દેશોએ 7 થી 10ની અંદર રેન્ક મેળવીને ટોપ-10મા સ્થાન હાંસલ કર્યું હતું. લિસ્ટમાં સ્કોટલેન્ડ 43 ટકા મેળવીને પ્રથમ ક્રમાંકે રહ્યો હતો, જ્યારે 30 ટકા સાથે વેલ્સ અંતિમ સ્થાને રહ્યું હતું.
ટોપ-10મા આ દેશોના નામો
સ્કોટલેન્ડ પછી લિસ્ટમાં બીજા સ્થાને ઇટલી (41%), ત્રીજા સ્થાને ફ્રાન્સ (38%), ચોથા સ્થાને ઇંગ્લેન્ડ (37%), પાંચમાં સ્થાને સ્પેન (35%), છટ્ઠા સ્થાને અમેરિકા (34%), સાતમાં સ્થાને પોર્ટુગલ (32%), આઠમાં સ્થાને આયરલેન્ડ (31%), નવમાં સ્થાને સ્વીડન (31%) અને દસમાં સ્થાને વેલ્સ (30%) છે.
એડિનબર્ગનો રહેવાસી 41 વર્ષનો ડેરેક સિમ્પસન કહે છે કે, ‘Loveit Coverit નામની કંપનીના આ સરવેના આંકડાઓએ તેને હેરાન નથી કર્યું. સ્કોટિશ લોકો પોતાના પાર્ટનરને આકર્ષિત કરવા અને એક સારું ઈમ્પ્રેશન છોડવાની કલામાં કુશળ હોય છે.’ સરવે કંડકટ કરતી કંપનીના એક પ્રવક્તાએ જણાવાયું કે, હોલીડે ફ્લિંગ્સ સંસ્કૃતિ અને ખોરાકની સાથે જ ટ્રીપનો એક ભાગ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp