મા પુત્રનું માથું કાપીને ખાઈ ગઈ, શરીરના ટુકડા ઉકાળી ગળી ગઈ, છતાં કેમ છૂટી ગઈ?

ઈજીપ્તમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ તેના 5 વર્ષના પુત્રનું માથું કાપી નાખ્યું અને પછી તેને ખાઈ ગઈ. આટલું જ નહીં, આ પછી તેણે તેના પુત્રના શરીરના નાના નાના ટુકડા કરી દીધા, તેને સ્ટવ પર ગરમ પાણીમાં ઉકાળી અને પછી તેને ચાવીને ગળી ગઈ. આ ઘટના દિલને હચમચાવી દે તેવી છે. આ ઘટનાની જાણ થતા લોકો ચોંકી ઉઠ્યા હતા. 29 વર્ષીય આરોપી મહિલા હના મોહમ્મદ હસન તેના પુત્ર યુસુફની હત્યાના કેસનો સામનો કરી રહી હતી, પરંતુ કોર્ટે તેને માનસિક રીતે અસ્થિર હોવાનું કહીને છોડી દીધી હતી. કોર્ટે આવી ક્રૂરતા આચરનાર મહિલાને પાગલ જાહેર કરી હતી. આ રીતે તે સજામાંથી બચી ગઈ. હાલ તેની સારવાર ચાલી રહી છે. જોકે, પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કોર્ટે કહ્યું કે તે દલીલ કરવા માટે યોગ્ય નથી.

કોર્ટે 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, તેણે પોતાના પુત્રને 'ગાંડપણની હાલતમાં' માર્યો હતો. તે માનસિક રીતે ઠીક નથી. તેને કસ્ટડીમાં લઈ તેની સારવાર કરવી જોઈએ. બાળકના કાકાને બાથરૂમમાં એક ડોલમાં તેના શરીરના અંગો મળ્યા ત્યારે આરોપી મહિલાને પકડી લીધી હતી.

તેની ધરપકડ પછી તેણે કબૂલ્યું કે તે તેના પુત્રનું માથું ખાઈ ગઈ છે, કારણ કે તે ઇચ્છતી હતી કે, તે હંમેશા તેની સાથે રહે. તેણે બાથરૂમમાં તેના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા. તેને સ્ટોર પર ગરમ પાણીમાં ઉકાળ્યા અને પછી તેને ચાવીને ખાઈ ગઈ.

ચુકાદા પહેલા, સરકારી વકીલે દલીલ કરી હતી કે, હસને તેના પુત્રની હત્યા કરી હતી, કારણ કે તેને ડર હતો કે તેના પતિને પુત્રની કસ્ટડી મળી જશે. હકીકતમાં, મહિલા છૂટાછેડા લઈને તેના પતિથી અલગ થઈ ગઈ હતી. પુત્રની કસ્ટડી માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

પ્રાથમિક તપાસમાં તેની સામે પુરાવા મળ્યા હતા. તે એક ક્લબમાંથી છરી લઈને આવી હતી. ગુનો કરતા પહેલા તેણે પોતાના ઘરના તમામ દરવાજા અને બારી બંધ કરી દીધી હતી. આ પછી તેણે પુત્રના માથા પર ત્રણ વાર માર માર્યો હતો. જેના કારણે પુત્રનું મોત થયું હતું. પુરાવાનો નાશ કરવા માટે, તેણે શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. જો કે, તેની માનસિક સ્થિતિનો ઉલ્લેખ કરીને કોર્ટે તેને કડક સજા ન આપી અને તેની માનસિક સ્થિતિની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

હકીકતમાં, મહિલાએ દાવો કર્યો હતો કે, તે 'માનસિક બીમારીથી પીડિત' છે. પુત્રની હત્યા કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. જોકે, પતિથી અલગ થયા પછી તે એકલી રહેતી હતી. જે દર્શાવે છે કે તે સારી સ્થિતિમાં હતી. તે જાણતી હતી કે તે શું કરી રહી છે. મહિલાના પૂર્વ પતિ H.A.એ કહ્યું કે ઘટના સ્થળે પોલીસે તેને તેના પુત્રનો વિકૃત મૃતદેહ જોતા અટકાવ્યો હતો. તે ચાર વર્ષ પહેલા મહિલાથી અલગ થઈ ગયો હતો, કારણ કે તે ઈચ્છતી હતી કે, તે તેનો પરિવાર છોડીને તેની સાથે રહે. છૂટાછેડા દરમિયાન મહિલાના પતિએ સમાધાન કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પોતાની જીદ પર અડગ રહી હતી.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.