કોરોના નવો વેરિયન્ટ XBB અત્યાર સુધીનો સૌથી ખતરનાક, વેક્સીન લીધી હોય તો પણ….

PC: jagranjosh.com

અમેરિકામાં તબાહી મચાવનાર કોરોના વાયરસના XBB.1.5 વેરિઅન્ટના કેસ ભારતમાં પણ વધી રહ્યા છે. કોરોનાના આ પ્રકારને અત્યાર સુધીનો સૌથી વધારે ચેપી માનવામાં આવે છે. આ ઓમિક્રોનનું પેટા પ્રકાર છે જે માનવ રોગપ્રતિકારક શક્તિથી સરળતાથી બચી શકે છે.

સમગ્ર વિશ્વમાં અન્ય વેરિઅન્ટની સરખામણીમાં કોરોનાનું નવું XBB.1.5 વેરિઅન્ટ વધુ ચિંતા વધારી રહ્યું છે. વેક્સીન લીધેલા લોકો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે.

US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કહેવા મુજબ USમાં કોવિડ 19ના 40 ટકાથી વધુ કેસ કોરોનાના ઓમિક્રોન XBB.1.5 વેરિઅન્ટને કારણે છે. ઈન્ડિયન SARS-CoV-2 Consortium on Genomics (INSACOG)ના ડેટા અનુસાર, અમેરિકામાં કોરોનાના પ્રકોપ માટે જવાબદાર આ પ્રકાર ભારતમાં ફેલાઈ રહ્યો છે. INSACOG ડેટા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં, આ પ્રકારના લગભગ 26 કેસ વિવિધ શહેરોમાં મળી આવ્યા છે.

મહામારીના નિષ્ણાત એરિક ફીગેલ-ડિંગે ટ્વિટર પર જણાવ્યું હતું કે આ નવું વેરિઅન્ટ BQ અને XBB કરતાં વધુ સારી રીતે રોગપ્રતિકારક શક્તિનો સામનો કરી શકે છે. કેટલાક મોડેલો દર્શાવે છે કે XBB 1.5 વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતાં ટ્રાન્સમિશન અને ચેપ દરની દ્રષ્ટિએ વધુ ખતરનાક છે. ભારતમાં તેના ઘણા કેસ સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે.

મિનેસોટા યુનિવર્સિટીના ડો. માઇકલ ઓસ્ટરહોમે રોઇટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સૌથી મોટી વિંડબના એ છે કે દુનિયા અત્યારે જે સૌથી ખરાબ વેરિયન્ટનો સામનો કરી રહી છે, તે હકિકતમાં XBB છે.

XBB.1.5 કોરોના વાયરસનો એક સબ વેરિયન્ટ છે અને અમેરિકામાં ફેલાયેલા કોરોનામાં 40 ટકા કેસોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. અનેક રિસર્ચ પરથી એ જાણવા મળ્યું છે કે અગાઉના વેરિયન્ટની તુલનામાં આ ઝડપથી સંક્રમણ ફેલાવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો XBB અને XBB.1.5 બંને BA.2 વેરિયન્ટનું રિકોમ્બિનેટ છે. રિકોમ્બિનેટ એટલે અલગ અલગ વેરિયન્ટના જીન્સમાંથી બનનારો વાયરસ. નિષ્ણાતોએ કહ્યું કે, XBB.1.5 એ સંભવત અમેરિકી મૂળનો રિકોમ્બેનેંટ વેરિયન્ટ છે જે જૂના XBB કરતા 96 ટકા ઝડપી છે. આ વેરિયન્ટ ઓકટોબર મહિનામાં ન્યુયોર્કમાં સૌથી પહેલાં સામે આવ્યો હતો એ પછી અમેરિકા માટે પરેશાનીનું કારણ બન્યો છે. તેના મુખ્ય લક્ષણોમાં વહેતું નાક, ગળું, તાવ, માથાનો દુખાવો, છીંક આવવી, શરદી, ઉધરસ અને અવાજનો કર્કશ સમાવેશ થાય છે.

આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે કેટલાક પરિબળો છે જે XBB 1.5ને અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ્સથી અલગ પાડે છે.

આમાંનું પ્રથમ પરિબળ એ છે કે તે અત્યાર સુધી જાહેર કરાયેલા પ્રકારો કરતાં વધુ ઝડપથી અને વધુ સારી રીતે રોગપ્રતિકારક શક્તિને દૂર કરવામાં સક્ષમ છે. આ વેરિયન્ટ સરળતાથી માનવીના કોષોમાં પ્રવેશ કરી શકે છે. આ વેરિયન્ટ જ્યાં પ્રભાવી હોય છે ત્યાં દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp