બેંક લૂંટવા આવેલા વ્યકિતને વૃદ્ધે ગળે લગાવીને ઇમોશનલ કરી દીધો, ઘટના ટળી ગઇ

PC: unilad.com

તમે સંજય દત્તની મુન્નાભાઇ MBBS ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મમાં સંજય દત્ત HUG કરીને જાદુ કી જપ્પી એમ બોલીને ઘણા લોકોને ઇમોશનલ કરીને દુખ દુર કરે છે.આવી જ એક ઘટના સામે આવી છે. તમે કદાચ માનશો નહી, પરંતુ આ સત્ય ઘટના છે. બેંકમાં લૂંટ કરવા આવેલા એક વ્યકિતને 69 વર્ષના વૃદ્ધે ગળે લગાવ્યો, તેની સાથે વાત કરીને ઇમોશનલ કરી દીધો, તેમાં લૂંટની ઘટના થતી અટકી ગઇ.

બેંક લૂંટવા આવેલા વ્યકિતને નિશસ્ત્ર વૃદ્ધે પ્રેમથી કાબુમાં કરી દીધો હતો. પહેલા તો તેમણે લૂંટારા સાથે  વાત કરી, પછી તેને ગળે લગાડીને તેને ભાવુક બનાવી દીધો. દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિની ધરપકડ કરી હતી. વૃદ્ધ માણસે કહ્યું- પ્રેમ બધી વસ્તુઓ પર વિજય મેળવે છે. આપણે લોકો પ્રત્યે દયાળુ બનવું જોઈએ એનાથી ચોક્કસ ફરક પડે છે.

મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. 69 વર્ષના માઈકલ આર્મસ બેંક ઓફ ધ વેસ્ટ શાખામાં ચેક જમા કરાવવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક માસ્ક પહેરેલો શકમંદ કેશ કાઉન્ટર પર બેંક કર્મચારીને ધમકાવી રહ્યો હતો. શંકાસ્પદ કહી રહ્યો હતો કે તેની બેગમાં વિસ્ફોટકો છે. જો તેને પૈસા નહીં આપવામાં આવે તો તે બ્લાસ્ટ કરી દેશે. આ સાંભળીને બેંક કર્મચારીના હોશ ઉડી જાય છે.

બેંકમાં ઘટનાને જોઇ રહેલા માઇકલે પોતાની પરવા કર્યા વગર એ વ્યકિત સાથે વાતચીત શરૂ કરી. લૂટારુને પોતાનો પડોશી બતાવીને વૃદ્ધે પુછ્યું કે, શું વાત છે, તારી પાસે કોઇ નોકરી નથી કે શું?  લૂંટારું તેમને જવાબ આપે છે કે આ શહેરમાં મારા માટે કશું નથી, મારે બસ હવે જેલમાં જવું છે.

લૂંટારું સાથે વાતચીત કરતા કરતા માઇકલ તેને કેશ કાઉન્ટરથી દુર દરવાજા પાસે લઇ જઇને ગળે વગળાડી દે છે. માઇકલના HUG કરવાને કારણે બેંકમાં લૂંટ કરવા આવનાર વ્યકિત ઇમોશનલ થઇ જાય છે અને રડવા માંડે છે. આ બધા વચ્ચે બેંક કમર્મચારીઓએ તક જોઇને પોલીસને જાણ કરી દીધી હતી.

વુડલેન્ડ પોલીસ અધિકારીઓએ શંકાસ્પદની બેંકમાં પ્રવેશતાની સાથે જ ધરપકડ કરી હતી. પૂછપરછમાં શંકાસ્પદની ઓળખ 42 વર્ષીય એડ્યુઆર્ડો પ્લેસેંસિસે તરીકે થઈ હતી. તેણે કહ્યું કે તેની પાસે કોઈ વિસ્ફોટક નહોતા. તે માત્ર ધાકધમકી આપી પૈસા લૂંટવા માંગતો હતો. હાલ પોલીસે એડ્યુઆર્ડો સામે લૂંટનો પ્રયાસ, ધાકધમકી અને ભયનું વાતાવરણ ઊભું કરવા બદલ ગુનો નોંધ્યો છે. અધિકારીઓએ માઈકલની બહાદુરી અને સમજણની પ્રશંસા કરી છે.

માઇકલે કહ્યુ કે હું જેલમાં જઇને તેની મુલાકાત કરવા માંગુ છું. માઇકલે કહ્યું કે આપણે બધા સાથે દયાળુ બનવું જોઇએ, પ્રેમ એવી વસ્તુ છે જે બધાને વશ કરી શકે છે. તમે પ્રેમથી વાત કરો તો તેનાથી ફરક પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp