
સોવિયત સંઘ ખતમ થયું તેના બે વર્ષ પહેલાં ઇરાનના તત્કાલીન સુપ્રીમ નેતા અયાતુલ્લાહ રુહોલ્લો ખૌમેનીએ સોવિયત સંઘના છેલ્લાં નેતા મિખાઇલ ગોર્બાચેવને પત્ર લખીને ઇસ્લામ ધર્મ અપનાવવાની સલાહ આપી હતી. ઇરાનનું એક ડેલિગેશન ખૌમેનીનો સંદેશો લઇને મોસ્કો પહોંચ્યા હતા. આ વાત અત્યારે એટલા માટે યાદ કરી રહ્યા છીએ, કારણકે ગયા મંગળવારે મિખાઇલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે નિધન થયું હતુ. તેમના અવસાન પર દુનિયાભરના નેતાઓએ શ્રધ્ધાંજલિ આપી હતી.
Union of Soviet Socialist Republics ( UssR) નેતા મિખાઇલ ગોર્બોચેવને વર્ષ 1989માં ઇરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અયાતુલ્લા ખૌમેનીનો એક ચોંકાવનારો પત્ર મળ્યો હતો.
ખૌમેનીએ પત્રમાં લખ્યું છે કે તે બધા માટે સ્પષ્ટ છે કે વિશ્વના પોલિટિકલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં સામ્યવાદનું સ્થાન છે, કારણ કે માર્ક્સવાદ માનવતાની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરતો નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખૌમેનીએ આ પત્ર મિખાઈલને મોકલ્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે ગોર્બાચેવે USSRની બાગડોર સંભાળી ત્યારથી સોવિયેત યુનિયન પરિવર્તનના સમયગાળામાં છે.
ખૌમેનીએ પત્રમાં લખ્યું છે કે તમારે સત્યનો સામનો કરવો જોઈએ. તમારા દેશની મુખ્ય સમસ્યા સંપત્તિ, અર્થતંત્ર કે સ્વતંત્રતા નથી, પરંતુ ભગવાનમાં વિશ્વાસનો અભાવ છે. આ સમસ્યાએ પશ્ચિમી દેશોને પતન પર લાવીને મુકી દીધા છે.
ઈરાનના સર્વોચ્ચ નેતાએ પત્રમાં વધુમાં કહ્યું કે સામ્યવાદનું કોઈ ભવિષ્ય નથી, કારણ કે તે ભૌતિકવાદી પાઠશાળા છે. તે નાસ્તિકતાની આફતમાંથી માણસને બચાવવા સક્ષમ નથી.
પૂર્વ અને પશ્ચિમમાં માનવ સમાજની આ સૌથી મોટી દુર્ઘટના છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખૌમેનીના મતે ઈસ્લામ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. આ પત્ર લખ્યાના પાંચ મહિના પછી ખૌમેનીનું અવસાન થયું.
પત્રમાં ખૌમેનીએ મિખાઈલને ઈસ્લામનો ગંભીરતાથી અભ્યાસ કરવા જણાવ્યું હતું. ખૌમેની લખ્યું, ઈસ્લામના સર્વોચ્ચ મૂલ્યો દ્વારા, વિશ્વના તમામ દેશો માટે મુક્તિનો માર્ગ ખોલવામાં આવશે અને માનવતાની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ મળી જશે.
જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા ખૌમેનીએ મિખાઈલને આ પત્ર મોકલ્યો હતો, તે સમયે વિશ્વમાં સોવિયત સંઘ ઝડપથી પતન કરી રહ્યું હતું. ડિસેમ્બર 1991 માં, યુનિયનના છેલ્લા નેતા, મિખાઇલ ગોર્બાચેવે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp