UK પોતાની વીઝા ફી વધારવા જઇ રહ્યું છે, હવે આટલી કિંમત ચૂકવવી પડશે

PC: hindustantimes.com

બ્રિટનના વીઝા હાંસલ કરવા માટે આવેદન કરનારા લોકોએ હવે વધારે કિંમત ચૂકવવી પડશે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ સંબંધે એક મોટું એલાન કર્યું છે. સુનકે ગુરુવારના રોજ કહ્યું કે, ભારતીયો સહિત આખા વિશ્વમાં વીઝા એપ્લાઇ કરનારાઓ તરફથી અપાતી ફીઝ અને હેલ્થ સરચાર્જમાં ઘણો વધારો કરવામાં આવશે. હેલ્થ સરચાર્જ બ્રિટનની સરકારી નેશનલ હેલ્થ સર્વિસને આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, જેથી દેશમાં પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાની પૂર્તિ કરી શકાય. વીઝા ફીઝમાં 15થી 20 ટકા સુધી વધારો થઇ શકે છે.

શિક્ષકો, પોલીસ, જૂનિયર ડોક્ટરો અને બીજા પબ્લિક સેક્ટરના કર્મચારીઓના વેતનની સ્વતંત્ર સમીક્ષાની ભલામણને સ્વીકાર કરવા માટેના દબાણનો સામનો કરી રહેલા બ્રિટિશ વડાપ્રધાન સુનકે તેમાં 5થી 7 ટકાની વચ્ચે વધારાની પુષ્ટી કરી છે. સાથે જ, તેમણે કહ્યું કે, આ પૈસા ભેગા કરવા માટે વીઝા ફીઝમાં વધારો કરવામાં આવશે.

વધારા દ્વારા, ઋષિ સુનકનું લક્ષ્ય UKના પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાનું સમર્થન કરવાનું છે. જેમાં શિક્ષક, પોલિસ, જૂનિયર ડોક્ટર અને અન્ય પબ્લિક સેક્ટરના કર્મચારીઓ શામેલ છે. કારણ કે, તેમણે કહ્યું કે, આખા બોર્ડમાં 5થી 7 ટકાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર મોઘવારીની ચિંતાઓના કારણે પડતરને કવર કરવા માટે વધારવામાં આવેલી ઉધારી પર નિર્ભર ન રહેશે.

ઋષિ સુનકે કહ્યું કે, જો આપણે પબ્લિક સેક્ટરના કર્મચારીઓને વધારે ચૂકવણી કરવાને પ્રાથમિકતા આપીશું, તો તે પૈસા ક્યાંક બીજેથી આવશે, કારણ કે, લોકો પર વધુ ટેક્સ લાગાવવા માટે હું તૈયાર નથી અને મને નથી લાગતું કે, વધારે ઉધાર લેવું હિતાવહ છે, કારણ કે, આનાથી મોઘવારી વધુ બદતર થઇ જશે.

વડાપ્રધાન સુનકે કહ્યું કે, અમે આ પૈસા લાવવા માટે બે પગલા લીધા છે. પહેલું કે, અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટે વીઝા માટે આવેદન કરનારા લોકો વાળી ફીઝને વધારવામાં આવી રહી છે અને વાસ્તવમાં તેને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ કહેવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આ બધી ફીઝમાં વધારો થવા જઇ રહ્યો છે અને તેનાથી ગ્રેટ બ્રિટન પાઉન્ડમાં એક અબજ કરતા વધારેનો વધારો થશે, તેથી આખા બોર્ડમાં વીઝા આવેદન ફીઝમાં ઘણો વધારો કરવામાં આવશે અને એ જ રીતે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં પણ થશે.

સરકારે પુષ્ટી કરી છે કે, વર્ક વીઝા ફીઝમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. અન્ય દરેક વીઝા ફીઝામાં કમ સે કમ 20 ટકાનો વધારો કરવામાં આવશે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પહેલી વખત 2015માં પ્રતિ આવેદન 200 પાઉન્ડ પર લાગુ કરવામાં આવ્યું હતું. 2018માં તે બેગણું થઇને 400 પાઉન્ડ થઇ ગયું અને 2020માં વધીને 624 પાઉન્ડ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp