પૂરમાં આખું ન્યુઝીલેન્ડ ડૂબી ગયું!કટોકટી જાહેર કરવી પડી, ઘણા વિદ્યાર્થીઓ ગુમ થયા

ન્યુઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ફરી પાણી ભરાયું છે. વંગારેઇ શહેરમાં ગુફાઓની શોધખોળ કરતા શાળાના બાળકો પૂરના પાણીમાં ગુમ થઈ ગયા છે. ત્યાર પછી ઓકલેન્ડમાં સત્તાવાળાઓએ મંગળવારે કટોકટીની સ્થિતિ (ન્યૂઝીલેન્ડમાં ઈમરજન્સી) જાહેર કરી છે. ફાયર અને ઇમરજન્સી ક્રૂએ જણાવ્યું હતું કે, તેઓએ 200થી વધુ ફસાયેલા લોકોના કોલનો જવાબ આપ્યો છે, જેમાંથી મોટાભાગના ઓકલેન્ડમાં છે. મીડિયા સૂત્રોના જણાવ્યા જણાવ્યા અનુસાર, વરસાદ અને પૂરના કારણે ચાર લોકોના મોત થયા અને ઓકલેન્ડના મુખ્ય એરપોર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના ઉત્તરમાં પૂરના પાણીથી ભરેલી ગુફામાં લાપતા વિદ્યાર્થીઓને બચાવકર્તા  શોધી રહ્યા છે. મંગળવારે ભારે વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, કાર ફસાઈ ગઈ, ઝાડ ઉખડી ગયા અને ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ. આ જ પ્રદેશમાં જાન્યુઆરીમાં રેકોર્ડ વરસાદ પડ્યો હતો અને એક મહિના પછી ચક્રવાત ગેબ્રિયલ આવ્યું હતું. ચક્રવાત ગેબ્રિયલના કારણે 11 લોકોના મોત થયા હતા. સ્થાનિક સમય અનુસાર બુધવારે સાંજ સુધી મુશળધાર વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

PM ક્રિસ હિપકિન્સે કહ્યું કે, દેશ માટે આ મુશ્કેલ સમય છે. તેમણે પત્રકારોને કહ્યું, 'અમે જાણીએ છીએ કે આ મુશ્કેલ છે. પરંતુ હું તમને વિનંતી કરું છું કે તમે તમારી જાતને સુરક્ષિત રાખો.' અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેવાની ધારણા છે, જોકે તેઓ ધારતા હતા કે સૌથી વધુ વરસાદ પહેલેથી જ થઈ ચૂક્યો છે. કેટલીક ટ્રેન અને બસ સેવાઓ રદ કરવામાં આવી હતી અને અધિકારીઓએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી હતી. ગુમ થયેલા વિદ્યાર્થીઓ અંગે PM હિપકિન્સે જણાવ્યું હતું કે, તેઓ હજુ પણ વિદ્યાર્થી સાથે શું થયું તે અંગે વધુ માહિતી મેળવી રહ્યા છે. તેમણે શક્ય તેટલી તમામ મદદનું વચન આપ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું એક જૂથ વાંગરેઈની AB ગુફાઓમાં પ્રેક્ટિસ કરી રહ્યું હતું ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, શોધ અને બચાવ ટીમો, ગુમ થયેલા વિદ્યાર્થીને શોધવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ગુમ થયેલ છોકરો પૂરના પાણીમાં વહી ગયો હતો. PM હિપકિન્સે કહ્યું,  'હું ત્યાં મારી ઊંડી ચિંતા અને શાળા સમુદાય માટે મારો સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરવા માંગુ છું.'

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.