પેટમાં દુ:ખાવો થતા હોસ્પિટલ પહોંચી મહિલા, તપાસમાં એવું આવ્યું ડૉક્ટરો ચોંકી ગયા

PC: lokmat.com

એક મહિલા 11 વર્ષથી પેટના દુખાવાથી સંઘર્ષ કરી રહી હતી. તે આ પીડાને સામાન્ય માનીને ટાળતી હતી. જ્યારે પણ દુખાવો વધતો ત્યારે તે પેઇનકિલર્સ લેતી હતી. પરંતુ તેની આ બેદરકારીને કારણે તેના પેટમાં દુખાવો હદ વટાવી ગયો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ડોક્ટરોએ તેનો MRI કર્યો. MRI રિપોર્ટમાં જે બહાર આવ્યું તેનાથી મહિલા સહિત ત્યાં હાજર તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મીડિયાના સૂત્રો પાસેથી મળતાં અહેવાલ મુજબ, આ મામલો કોલંબિયાનો છે. જ્યાં મારિયા એડરલીંડા ફોરિયો નામની 39 વર્ષની મહિલાના પેટમાંથી સોય અને દોરો બહાર આવ્યો છે. તેને છેલ્લા 11 વર્ષથી પેટમાં અજીબ પ્રકારનો દુઃખાવાનો અનુભવ થઇ રહ્યો હતો. પરંતુ તાજેતરમાં જ્યારે તેણે ટેસ્ટ કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે, તેને થતી પીડાનું કારણ તેના પેટમાં રહેલી સોય અને દોરો છે. હાલ તો તબીબોએ ઓપરેશન કરીને તેને દૂર કરી દીધો છે.

મારિયાએ જણાવ્યું કે, પહેલા તે તેના પેટમાં થતા દુખાવાને સામાન્ય માની રહી હતી, પરંતુ જ્યારે આ દર્દ  તેનાથી સહન ન થયું તો તે ડોક્ટર પાસે ગઈ. જ્યારે તેનું MRI અહીં કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં સોય અને દોરો પડ્યો હતો.

મારિયાનું કહેવું છે કે, 4 બાળકોના જન્મ પછી તેણે ઓપરેશન કરાવી નાંખ્યું હતું, જેથી વધુ બાળકો ન રહે. પરંતુ ઓપરેશન પછીથી જ પેટમાં દુખાવો શરૂ થયો. ક્યારેક ઓછું, ક્યારેક વધારે. શરૂઆતમાં સ્થાનિક તબીબોએ પેઈનકિલર આપીને તેના આ દર્દને કાબૂમાં રાખ્યું હતું, પરંતુ કાયમ માટે તેને આ દર્દથી રાહત મળી શકી નહોતી.

મારિયાએ એ પણ જણાવ્યું કે, કેટલીકવાર તો તેના પેટમાં દુખાવો એટલો તીવ્ર થતો હતો કે, તે આખી આખી રાત સૂઈ શકતી નહોતી. તેણે લગભગ 11 વર્ષ સુધી આ દર્દ સાથે સંઘર્ષ કર્યો. આખરે જ્યારે તેઓએ અલ્ટ્રાસાઉન્ડ અને MRI કરાવ્યું ત્યારે સાચું કારણ પકડાઈ ગયું હતું.

રિપોર્ટ અનુસાર, જ્યારે મારિયાએ તેનું ફેલોપિયન ટ્યુબનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારે તે વખતે ડોક્ટરોની ભૂલથી તેના પેટમાં આ સોય-દોરો રહી ગયો હતો. આના જ કારણે તે વર્ષો સુધી પેટ દર્દ સહન કરતી રહી હતી. હાલના તબક્કે, તેને હવે ઓપરેશન કરીને બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને મારિયા સામાન્ય જીવનનો આનંદ માણી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp