મેટરનિટી લિવ પર હતી મહિલા, ગૂગલે કાઢી મૂકી, પોસ્ટ વાયરલ

PC: techmonitor.ai

ગૂગલ અને ફેસબુક સહિત ઘણી મોટી કંપનીઓએ નિર્દયતાથી પોતાના કર્મચારીઓની છટણી કરી છે. આ દરમિયાન એક એવી કહાની સામે આવી છે જેને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકો ગૂગલ પર ગુસ્સો કાઢી રહ્યા છે. 12 વર્ષથી ગૂગલ રિક્રૂટમેન્ટ મેનેજર તરીકે કામ કરનારી મહિલાને ત્યારે બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો જ્યારે તે તે મેટરનિટી લિવ પર હતી. નિકોલ ફોલી નામની મહિલાએ 12 વર્ષ કરતા વધુ સમય ગૂગલને આપ્યો, પરંતુ કંપનીએ તેને ત્યારે ઝટકો આપ્યો, જ્યારે તે અઢી મહિનાના બાળકને પાળી રહી હતી. નિકોલે પોતાની આખી કહાની લિંક્ડઇન પર શેર કરી છે.

તેણે લખ્યું કે, મેં 12.5 વર્ષ ગૂગલ સાથે કામ કર્યું, પરંતુ ગયા બુધવારે જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. એ મારા માટે ખૂબ જ હૃદયદ્રાવક અને વિચલિત કરનારું છે. મારું 10 અથવાડિયાનું બાળક છે અને હું રજા પર હતી. છતા હું ગૂગલે તરફ ત્યાંના કર્મચારીઓની આભારી છું. ગૂગલેમાં સાથે કામ કરનારા લોકો પરિવારની જેમ હતા. નિકોલે સકારાત્મક થઈને કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં હવે તેને કોઈ નોકરીની શોધ કરવી પડશે અને ઇન્ટરવ્યૂ આપવામાં પડશે, પરંતુ તે એ વાતને લઈને ઉત્સાહિત છે કે આગળ શું થવાનું છે.

તેણે કહ્યું કે, જો કોઈ પાસે સ્ટાફિંગ મેનેજર જેવી વેકેન્સીની જાણકારી હોય તો તેને આપે. તેની આ પોસ્ટ બાદ ઘણા લોકોએ તેના સમર્થનની વાત કહી. ઉલ્લેખનીય છે કે નિકોલ ગૂગલમાં લોકોની રિક્રૂટ કરવાની જવાબદારી નિભાવતી હતી. એવામાં તેની પોસ્ટ કરનારા ઘણા એવા યુઝર્સ હતા જેમણે રિક્રૂટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગૂગલ અને મેટાએ છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટી છટણી કરી છે. જાન્યુઆરીમાં પણ કંઈક એવી જ ઘટના સામે આવી હતી. ગૂગલે એક એવા કપલને પણ કંપનીથી બહારનો રસ્તો દેખાડ્યો હતો, જે 4 મહિના અગાઉ જ માતા-પિતા બન્યા હતા.

મહિલા અત્યાર પણ મેટરનિટી લિવ પર હતી, જ્યારે બાળકનો પિતા પેટરનિટી લિવ પર જવાનો હતો, પરંતુ ગૂગલે બંનેને જ બહારનો રસ્તો દેખાડી દીધો. એલી ગૂગલમાં કામ કરતી હતી. તે 4 મહિના અગાઉ જ માતા બની હતી અને તે મેટરનિટી લિવ પર હતી, પરંતુ કંપનીએ જ્યારે છટણીની જાહેરાત કરી તો તેમાં તેનું નામ પણ હતું. કંપનીએ એ ઝટકામાં 4 મહિનાના બાળકની માતાને જોબમાંથી કાઢી દીધી. એલિનો પતિ સ્ટીવ પણ ગૂગલમાં જ કામ કરતો હતો. તેને પર કંપનીએ બહાર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp