પોપટે કર્યું એવું કામ, માલિકને થઇ જેલ, 74 લાખ રૂપિયા પણ ચૂકવવા પડશે

PC: dnaindia.com

એક માણસને તેના પાલતુ પોપટના કારણે જેલમાં જવું પડ્યું. એટલું જ નહીં તેને 74 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો હતો. ખરેખર, પોપટના કારણે એક ડૉક્ટર લપસીને પડી ગયો હતો અને તેનું હાડકું તૂટી ગયું હતું. તેની હિપ પણ ડિસલોક થઈ ગઈ હતી. જેના કારણે તેને આખું વર્ષ પથારીવશ રહેવું પડ્યું હતું. આ અંગે ડોક્ટરે પોપટના માલિક સામે કોર્ટમાં કેસ કર્યો હતો. હવે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

મામલો તાઈવાનનો છે. દેશની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પાલતુ પોપટે ડૉક્ટરને ઇજા પહોંચાડી છે. હવે પોપટના માલિક હુઆંગને 91,350 ડૉલર (રૂ. 74 લાખ)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય તેને બે મહિનાની જેલની સજા પણ થઈ છે.

વાસ્તવમાં, એક પોપટના કારણે પડી ગયા પછી, ડૉ. લિનનું હાડકું તૂટી ગયું હતું અને તેની હિપ ડિસલોક થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ડોક્ટર પાર્કમાં જોગિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક પોપટ આવ્યો અને તેના ખભા પર બેસીને ફફડાટ કરવા લાગ્યો. આ જોઈને ડોક્ટર ડરી ગયા અને જમીન પર પડી ગયા. જેના કારણે તે ઘાયલ થયા હતાં અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતાં.

આ ઘટના બાદ ડો.લીને હુઆંગ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. તેણે કોર્ટમાં કહ્યું કે તે લગભગ એક વર્ષથી બેડ પર પડ્યો હતો, જેના કારણે તેને આર્થિક નુકસાન થયું હતું. સારવારમાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા.

આ મામલામાં તાઈવાન ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, આ કેસ 'દુર્લભ' છે અને છેલ્લા દાયકામાં કોર્ટમાં થયેલી કોઈપણ સુનાવણીથી અલગ છે.

2020માં બનેલી ઘટનાની સુનાવણી બાદ કોર્ટે તાજેતરમાં જ તારણ કાઢ્યું હતું કે, હુઆંગની બેદરકારીને કારણે ડૉ. લિન પડી ગયા હતા. પોપટના માલિકે 'રક્ષણાત્મક પગલાં' લેવા જોઈએ. જ્યારે જેલની સજા 'સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા' માટે આપવામાં આવે છે, દંડ પીડિતને થયેલા નાણાકીય નુકસાન પર આધારિત છે.

આ અંગે હુઆંગે કહ્યું કે, તે કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે, પરંતુ અપીલ કરવાનો ઇરાદો ધરાવે છે. તેમણે દલીલ કરી હતી કે, પોપટ આક્રમક નથી અને વળતરની રકમ 'ખૂબ વધારે' છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp