દુનિયાની સૌથી બેરહમ મહિલા! સુંદર દેખાવા માટે 650 લોકોની હત્યા કરીને લોહી પીધેલું

PC: historytoday.com

ફિલ્મોમાં તમે જરૂર જોયું હશે કે, મહિલા પોતાને જવાન અને સુંદર રાખવા માટે લોકોનું લોહી પીએ છે. તમે વિચારી રહ્યા હશો કે, આવું રિયલમાં નથી થતું, પણ લોકોનું માનીએ તો 16મી સદીમાં એક એવી મહિલા હતી, જેને દુનિયામાં અત્યાર સુધીની સૌથી બેરહમ મહિલા માનવામાં આવે છે, તેને પોતાનું યૌવન બનાવી રાખવા માટે 600 થી વધુ લોકોને મારી નાંખ્યું હતું અને તેમનું લોહી પીધું હતું. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના અનુસાર, તેને અત્યાર સુધીની સૌથી ઘાતક મહિલા મર્ડરર માનવામાં આવે છે.

1560મા થયો હતો જન્મ

‘ડેલી સ્ટાર’ ના રિપોર્ટ અનુસાર, આ હંગેરિયન મહિલાનું નામ કાઉન્ટેસ એલિઝાબેથ બાથરી હતું, તેનો જન્મ 1560મા જમીનદારોના એક અમીર પરિવારમાં થયો હતો, તે વર્તમાન લોવાકિયા સ્થિત કૈચટીસ કૈસલમાં એક શાનદાર જીવન જીવતી હતી. કાઉન્ટેસે પોતાને ‘કાઉન્ટેસ ડ્રેકુલા’ ઉપનામ આપ્યું હતું, તેને અજાણતા ખેડૂત છોકરીઓને તેમના પરિવારોથી દૂર કર્યા બાદ, તેમને કેદ કર્યું અને પછી તેમની હત્યા કરી દીધી. બાથરી માત્ર હત્યા પર જ નથી રોકાઈ, તે પીડિતોને ત્રાસ આપવા માટે અનેક ક્રૂર પદ્ધતિઓનો ઉપયોગ કરતી હતી. બાથરી તે છોકરીઓના નખની નીચે પીન લગાવતી હતી, તેમના સ્તનો, આંગળીઓ અને જનનાંગોને કાપતી હતી અને તેમને ઠંડા વાતાવરણમાં મૂકતી હતી.

લોહીથી સ્નાન કરતી હતી બાથરી

જો કે, તેને માત્ર ખેડૂતો અને ગરીબોની છોકરીઓ પર જ અત્યાચાર નથી કર્યો, તેને અમીરોની દીકરીઓની પણ હત્યા કરી હતી. કહેવામાં આવે છે કે, બાથરી પીડિતોને માર્યા પછી તેમના લોહીથી સ્નાન કરતી હતી અને પોતાનું યૌવન બનાવી રાખવા માટે લોહી પીતી હતી. બાથરીનું માનવું હતું કે, આ તેનું યૌવન બનાવી રાખવામાં મદદ કરશે.

1610મા થઇ અરેસ્ટ બાથરી ખૂબ જ અમીર હતી, ત્યારે કોઈ પણ તેની પાસે તેની ઈચ્છા વગર પહોંચી શકતું ન હતું, તેને 1590 થી 1610ની વચ્ચે અનેક હત્યાઓ કરી. અંતે કાઉન્ટેસ ડ્રેકુલાને ડિસેમ્બર 1610મા તેના ચાર સૌથી વધુ વિશ્વાસપાત્ર નોકરોની સાથે અરેસ્ટ કરવામાં આવ્યું હતું.

54 વર્ષની ઉંમરમાં મૃત્યુ

તેના પર 80 છોકરીઓના હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે, એક સાક્ષી, જેને કાઉન્ટેસની ડાયરી જોવાનો દાવો કર્યો હતો. તેને કહ્યું હતું કે આ સંખ્યા વાસ્તવમાં 650 હતી, ત્યાર બાદ કાઉન્ટેસને આજીવન નજર કેદ રાખવાની સજા આપવામાં આવી હતી અને 1614મા 54 વર્ષની ઉંમરમાં તેની મૃત્યુ થઇ હતી. જો કે, બાથરીના દફન અવશેષ અત્યાર સુધી મળ્યા નથી, તેનું દફન સ્થાન અત્યાર સુધી રહસ્ય બનેલું છે. લોકોનું માનવું છે કે, તેને મહેલના મેદાનની નીચે જ દફન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp