ચાલતી ટ્રેનમાં યુવક કપડા ઉતારી સાબુ લગાવી નાવા લાગ્યો, VIdeo વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક મેટ્રો ટ્રેનની અંદર નહાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે, જેને 14 કરોડથી વધુ લોકોએ જોયો છે અને તેના પર પોતાના વિવિધ પ્રતિભાવો આપ્યા છે.
વીડિયોમાં એક યુવક મેટ્રો કોચમાં કપડાં ઉતારીને ન્હાતો અને પછી કોચની બહાર સૂટકેસમાં ગંદુ પાણી લઈ નીકળી જતો જોવા મળે છે. યુવકનું આ કૃત્ય જોઈને ત્યાંના લોકો પહેલા તો આશ્ચર્યચકિત થઈ જાય છે પરંતુ જ્યારે તે કોચની બહાર નીકળી જાય છે ત્યારે ત્યાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગે છે.
આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે શર્ટ અને પેન્ટમાં એક વ્યક્તિ સૂટકેસ લઈને મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો છે. આ પછી, અચાનક તે દોડતી મેટ્રોમાં જ પોતાના કપડા ઉતારવા લાગે છે અને માત્ર અન્ડરગાર્મેન્ટમાં જ તે પોતાની સીટ પર બેસી જાય છે. યુવકના આ કૃત્યને કારણે તેની પાસે બેઠેલી કેટલીક મહિલાઓ અને પુરુષો ત્યાંથી ખસી જાય છે.
આ પછી વ્યક્તિ પોતાની સૂટકેસમાંથી પાણી કાઢીને શરીર પર રેડે છે અને શરીરને સાબુવાળા પાણીથી ઘસે છે. જ્યારે તે શરીર પર સાબુ લગાવે છે, પછી શરીર પર પાણી રેડે છે અને ભીના શરીરને રૂમાલથી લૂછી નાખે છે. આ પછી તે કપડા પહેરીને સૂટકેસ લઈને કોચમાંથી બહાર નીકળી જાય છે.
ન્યૂયોર્ક સિટીની સબવે ટ્રેનમાં કથિત રીતે બનેલી અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો દ્વારા શૂટ કરવામાં આવેલો વીડિયો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 14 કરોડ વખત જોવામાં આવ્યો છે અને તેને ઘણી લાઈક્સ પણ મળી છે.
વીડિયો જોતી વખતે ઘણા યુઝર્સે તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે અને કેટલાકે યુવકને 'બહાદુર' તો કેટલાકે તેને 'ઈડિયટ' કહ્યો છે. અન્ય એક યુઝરે કહ્યું છે કે, આ પેઢીના છોકરાઓની સમસ્યા એ છે કે તેઓ બીજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે. જ્યારે, અન્ય એક યુઝરે યુવકનું સમર્થન કર્યું છે અને ટિપ્પણી કરી છે કે યુવકે નહાતી વખતે કોઈને ભીના નથી કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp