આપણા દેશના 'ખાટલા'ની અમેરિકામાં ધૂમ, 1 લાખમાં પણ ખરીદવા માટે લાઇન લાગી

PC: ndtv.com

ભારતના દેશી અંદાજની દુનિયા દિવાની થઇ રહી છે. ભલે આધુનિકતાની દોડમાં ભારતીય પરિવારો હવે ચારપાઇની પરંપરા ભૂલી રહ્યા છે, પણ તેની ધાક વિદેશોમાં જોરદાર છે. અમેરિકા જેવા ટોપના દેશોમાં તેની માગ વધી રહી છે. તેનો જાદુ એ રીતે લોકો પર થયો છે કે અમેરિકન ઇ કોમર્સ વેબસાઇટ પર 1 ચારપાઇની કિંમત 1 લાખ રૂપિયાથી પણ વધારે પહોંચી ગઇ છે. લોકોમાં તેને લઇને ક્રેઝ એટલો વધી ગયો છે કે, વેબસાઇટ પર લો ઇન સ્ટોક આવી રહી છે.

અમેરિકન ઇ કોમર્સ વેબસાઇટ ઇટ્સી પર ભારતીય પારંપરિક બેડ એટલે કે, ચારપાઇની કિંમત 1,12,075 રૂપિયા બતાવાઇ રહી છે. આમ તો ભારતીય શહેરોમાં હવે આ પ્રોડક્ટ ઓછી મળવા લાગી છે, પણ ગ્રામીણ ક્ષેત્રોમાં હજુ પણ લોકો ચારપાઇનો ઉપયોગ કરે છે. અમેરિકામાં તેની કિંમત એટલી વધારે હોવા છતાં લોકો હાથો હાથ ખરીદી રહ્યા છે અને ઇ કોમર્સ વેબસાઇટ પર સ્ટોક ખાલી થઇ રહ્યો છે. જો તેના કલર ઓપ્શનની વાત કરીએ તો તેની કિંમત 1.5 લાખ રૂપિયા સુધી પણ પહોંચી જાય છે.

અમેરિકન ઇ કોમર્સ વેબસાઇટ ઇટ્સી પર કલરફુલ ચારપાઇની કિંમત તો હજુ વધારે છે. તો આવી ચારપાઇ ખરીદવા જઇએ તો 1,44,304 રૂપિયા ચૂકવવા પડશે. પ્લેટફોર્મ પર તેને પારંપરિક ભારતીય બેડના નામથી વેચવામાં આવી રહી છે અને સામાન્ય દેખાતી ચારપાઇની કિંમત 1,12,075 રૂપિયા છે. વેબસાઇટ પર આ ચારપાઇના કેટલાક કલર ઓપ્શન પણ જોવા મળે છે.

જો તમને એમ લાગી રહ્યું છે કે, આટલી મોંઘી ચારપાઇ આખરે ખરીદતું કોણ હશે, તો પછી તમે વેબસાઇટ પર પ્રોડક્ટનું સેલિંગ જોઇ શકો છો. વેબસાઇટ ઉપર ખરીદનારાઓની લાઇન લાગી છે અને સ્ટોક ઝડપથી ખાલી થઇ રહ્યો છે. ઇટ્સીના પ્લેટફોર્મ પર પ્રોડક્ટ સાથે લખેલું આવે છે કે, જલ્દી કરો, સ્ટોકમાં ફક્ત 4 બચી છે. એટલે કે, અમેરિકામાં રહેતા લોકો પર દેસી અંદાજનો ચસકો માથે ચડ્યો છે.

ઇટ્સીની વેબસાઇટનો સ્ક્રીનશોટ કોઇ યુઝરે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તેમાં લખ્યું છે કે, કિંમત વધારે હોવા છતાં લોકો હાથોહાથ તેને ખરીદી રહ્યા છે. કંપનીની વેબસાઇટ પર સ્ટોકમાં ફક્ત અમુક જ ચારપાઇ દેખાઇ રહી છે. અહીં લો ઇન સ્ટોકનો મેસેજ પણ આવી રહ્યો છે. જ્યારે, ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, તેને ભારતના એક સ્મોલ બિઝનેસ તરફથી ડિસ્પેચ કરવામાં આવી રહી છે. આ લાકડી, જ્યૂટની દોરીથી બને છે. જેની પહોડાઇ 36 ઇંચ એટલે કે, લગભગ 3 ફૂટ છે અને લંબાઇ 72 ઇંચ એટલે કે, 6 ફૂટ છે અને ઉંચાઇ 18 ઇંચ એટલે કે, 2 ફૂટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp