આ 3 લોકો એવા છે જે પાસપોર્ટ વગર દુનિયા ફરી શકે છે, બાઇડનનું નામ સામેલ નથી

PC: zeenews.india.com

હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G20માં સામેલ થવા માટે ભારત આવ્યા હતા. પાલમ એરફોર્સ સ્ટેશન પર પહોંચતા જ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સૌથી પહેલા જોવામાં આવ્યો હતો. સૌથી શક્તિશાળી દેશના નેતા હોવા છતા પણ તેમણે પોતાનો પાસપોર્ટ ચેક કરાવવો પડે છે, જ્યારે દુનિયામાં 3 લોકો એવા છે જેમને વિદેશ જવા માટે વીઝાની પણ જરૂર નથી પડતી, પાસપોર્ટ તો દુરની વાત છે.

G20 સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી વિદેશી મહેમાનો આવ્યા હતા. તમામ VVIP મહેમાનો માટે સ્પેશિયલ ફોર્સ તૈનાત કરાઈ હતી. તેમનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે નેતાઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. એક તરફ આટલી બધી વ્યવસ્થાઓ છે તો બીજી તરફ દરેક મહેમાન એટલે સુધી કે રાષ્ટ્રના પ્રમુખોને પણ એક નિયમમાંથી પસાર થવું પડે છે અને તે છે પાસપોર્ટ ચેક કરાવવો.

થોડા મહિના પહેલા રાહુલ ગાંધીએ પોતાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો હતો. એ પછી તેઓ તેમના સામાન્ય પાસપોર્ટ સાથે અમેરિકાની મુલાકાતે ગયા હતા.ડિપ્લોમેટિક એટલે રાજદ્વારી પાસપોર્ટ નેતાઓ અને અધિકારીઓને આપવામાં આવે છે, જેઓ દેશના પ્રતિનિધી તરીકે બહાર જતા હોય છે. ડિપ્લોમેટિક પાસપોર્ટનો કલર કથ્થઇ હોય છે અને તેની એક્સપાયરી ડેટ 5 વર્ષની હોય છે, સામાન્ય પાસપોર્ટની એક્સપાયરી 10 વર્ષની હોય છે.

જેમની પાસે ડિપ્લમોટીક પાસપોર્ટ હોય તેમને અનેક ઇન્ટરનેશનલ સેવા મળે છે, જેમ કે યજમાન દેશમાં તેમની ધરપકડ કે કાયદાકીય કાર્યવાહી થઇ શકતી નથી. કોઇ પણ જોખમ ઉભું થાય તો તેવા સંજોગોમાં ડિપ્લોમેટીક પાસપોર્ટ ધરાવનારને સૌથી પહેલા સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવે છે. તેમને એમ્બેસીથી માંડીને યાત્રા દરમિયાન અનેક સુવિધાઓ મળે છે. તેમની વીઝાની જરૂરત નથી હોતી અને ઇમિગ્રેશન કે કોઇ પણ ઔપચારિકતા માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી પડતી.

અમેરિકાના રાષ્ટ્પતિ, તેમના પરિવાર અને હાઇ રેન્ક ધરાવતા અધિકારીઓને કાળા કલરનો પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે. તેના માટે તેમણે કોઇ ફી ચૂકવવી પડતી નથી.

પહેલા વિશ્વ યુદ્ધ પછી પાસપોર્ટ સિસ્ટમ શરૂ થઇ હતી. તેનો હેતું દેશોમાં ગેરકાયદે પ્રવેશ રોકવાનો છે. બીજા દેશમાં જવા માટે દુનિયાના મોટામાં મોટા લીડરોએ પણ પાસપોર્ટના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા પડે છે.

પરંતુ દુનિયામાં 3 લોકો એવા છે જેમને પાસપોર્ટની જરૂરત પડતી નથી, બલ્કે તેમની ઉચ્ચ મહેમાનગતિ પણ કરવામાં આવે છે. જે 3 લોકોને પાસપોર્ટની જરૂર નથી પડતી તેમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ છે. આ પહેલાં આ અધિકાર બ્રિટનના મહારાણી એલિઝાબેથ પાસે હતો. મહારાણીના નિધન પછી બ્રિટનના વિદેશ મંત્રાલયે બધા દેશોને સંદેશો મોકલ્યો હતો હવે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના રાજા છે, એટલે તેમને ડિપ્લોમેટીક ઇમ્યુનિટી મળે.

ઉપરાંત જાપાનમાં પણ રાજાશાહી છે, મતલબ કે દેશની ઓળખ રાજા-રાણીથી થાય છે. જાપાનના સમ્રાટ નારોહિતો અને રાણી મસોકા ઔવાદા છે. વર્ષ 2019માં તેમને આ પદ મળ્યા હતા. 70ના દાયકામાં જાપાનની સંસદે નક્કી કર્યું હતું કે તેમના રાજા અને રાણીને કોઇ પણ પ્રકારના નિયમોમાંથી પસાર ન થવું પડે.સમ્રાટ બદલાઇ એટલે જાપાન બધા દેશોને પત્ર લખીને જાણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp