ક્યારેક મશીન વર્કર હતો આ 22 વર્ષીય યુવક, આજે એક પોસ્ટના લે છે રૂ.6 કરોડ

જો તમે કોઈ પણ સોશિયલ મીડિયા સાઈટ પર છો, તો તમે ખાબી લમેના વીડિયો જરૂર જોયા હશે. ભલે તમે એને નામથી નથી જાણતા, પણ ચહેરાથી જરૂર ઓળખી જશો. 22 વર્ષના ખાબી લમે એક ટિકટોક સ્ટાર છે. હાલમાં જ પોતાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોસ્ટથી થતી કમાણી દુનિયા સામે લાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધું છે. ખાબી એક પોસ્ટ માટે જેટલી રકમ લે છે, તેટલી રકમ તો ભારતના અનેક ક્રિકેટર પણ નથી લેતા.

ખાબીએ જણાવ્યું કે, તેણે એન્ડોર્સમેન્ટ પોસ્ટ માટે 7,50,000 ડોલર મળે છે. આ ભારતીય કરન્સીમાં અંદાજે 6 કરોડ રૂપિયા છે. ખાબીએ વર્ષ 2022મા અત્યાર સુધી 80 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ખાબી આ વર્ષે જૂનમાં ટિકટોક પર સૌથી વધુ ફોલો કરવામાં આવનાર વ્યક્તિ બન્યો હતો. ટિકટોક પર તેના ફોલોઅર્સની સંખ્યા ત્યારે 14.95 કરોડ હતી.

કેવા વીડિયો બનાવે છે ખાબી

ખાબી લમે ઇન્ટરનેટ પર વાયરલ તે વીડિયોને ઉઠાવે છે, જેમાં કોઈ ટાસ્ક મુશ્કેલીથી કરવામાં આવતો હોય, ત્યાર બાદ ખાબી આ બતાવે છે કે, કેવી રીતે આ કામ સરળતાથી થઇ શકે છે. આ વીડિયો ખૂબ જ નાના અને એન્ગેજિંગ હોય છે. આ જ વીડિયોના લીધે ખાબી ફેમસ થયો અને ટિકટોક પર સૌથી વધુ ફોલો કરવામાં આવનાર વ્યક્તિ બન્યો.

ભારતીય સ્ટાર્સની તુલનામાં કેટલી છે કમાણી

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી એક પોસ્ટ માટે અંદાજે 5.3 કરોડ રૂપિયા લે છે, ત્યાર બાદ પ્રિયંકા ચોપડા 3.2 કરોડ રૂપિયા છે, શાહરૂખ ખાન એક પોસ્ટ માટે 80 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા લે છે તો આલિયા ભટ્ટ એક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા લે છે.

પ્રવાસી છે ખાબી

ખાબી લબે 2001મા સેનેગલથી પોતાના માતા-પિતાની સાથે ઇટલીના તુરિન ચાલ્યો ગયો હતો. ખાબીના 3 ભાઈ-બહેન છે. આર્થિક તંગીના કારણે તેને શિક્ષણ મેળવ્યા પછી એક મશીન વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પણ કોવિડ-19 ના કારણે તે કંપની બંધ થઇ ગઈ. ત્યાર બાદ ખાબીએ ટિકટોક પર વીડિયો બનાવવાના શરૂ કરી દીધા અને જોતા-જોતા ખાબી ફેમસ થઇ ગયો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.