5 વર્ષની છોકરીનું વજન છે 45 કિલો, વધારે ન ખાય તે માટે માતાએ કિચનને તાળું માર્યું

PC: facebook.com

5 વર્ષની એક છોકરીનું વજન 45 કિલો છે. તે સામાન્યથી ઘણું વધારે ખાવાનું ખાય છે. ખાધા પછી પણ તેને ભૂખ લાગતી રહે છે. તેવામાં તેની માતાએ કિચનમાં તાળું લગાવવાની નોબત આવી ગઈ છે. જેથી તેની છોકરી વધારે ન ખાય. ડૉક્ટરોએ છોકરીના વધતા વજનના કારણે આવું કરવાનું જણાવ્યું છે. NYTના રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં રહેતી  25 વર્ષની હોલી વિલિયમ્સની છોકરી હાર્લો એક દુલર્ભ બીમારીથી પીડિત છે.

આ બીમારીનું નામ પ્રેડર વિલી સિન્ડ્રોમ છે. આ બીમારીના લીધે 5 વર્ષમાં હાર્લો લગભગ 45 કિલોની થઈ ગઈ છે. હાર્લો દર સમયે ભૂખી રહે છે. જ્યારે પણ તેને કંઈ ખાવા માટે આપો તો તે ના પાડતી નથી. હાર્લો કંઈ પણ વધારે ખાઈ ન લે તેના માટે તેણે કિચનમાં તાળું લગાવીને રાખવું પડે છે.તેણે કહ્યું હતું કે-ભવિષ્યમાં મને બીજા ઉપાયો કરવા પડશે. જેમ જેમ હાર્લોની ઉંમર વધશે મારે વધારે પ્રતિબંધો લગાવવા પડશે.

6 મહિનાની ઉંમરથી તેને હાર્લોની આ બીમારી અંગે ખબર પડી હતી. ડૉક્ટરોએ કહ્યું છે કે હાર્લોમાં ક્રોમોસોમ 15 નથી, જે તેની ભૂખને કંટ્રોલ ન કરવા માટે જવાબદાર છે. આ દુર્લભ બીમારીના કારણે તે જેટલું પણ ખાય તેની ભૂખ સંતોષાતી નથી. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આ એક દુર્લભ અનુવાંશિક બીમારી છે અને આ બ્રિટનમાં જન્મેલા દરેક 15000 બાળકોમાંથી એકમાં મળી આવે છે.

મતલબ છે કે તેનો હજુ સુધી કોઈ ઈલાજ શોધી શકાયો નથી. બસ સાવધાની જ બચાવ છે. તેને લઈને જનરલ પીડિયાટ્રીક્સે હાલમાં જ એક રિસર્ચ પેપર પબ્લિશ થયું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે મોટાપાથી ગ્રસ્ત બાળકોની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. જેમાં 6 થી 11 વર્ષના બાળકો સામેલ છે. તેની પાછળ તેમનું ખરાબ ખાનપાનને જવાબદાર કહેવામાં આવ્યું છે. આ સમસ્યા માત્ર બાળકો નહીં પરંતુ મોટા લોકોમાં પણ જોવા મળી રહી છે.

હાલની લોકોની લાઈફ સ્ટાઈલ અને જંક ફુડને વધારે ખાવાની આદતના કારણે લોકોના શરીરમાં ચરબીઓના થર જામી રહ્યા છે અને જેના કારણે એક અથવા બીજી બીમારીઓ તેમના શરીરમાં ઘર કરી રહી છે અને ખાસ કરીને નાના બાળકોને તેના કારણે સુગર અને મેદસ્વીતા જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp