આ દેશમાં સગીરોને મળશે ફ્રીમાં કોન્ડોમ, મહિલાઓને પણ મળશે મફતમાં ગર્ભનિરોધક ગોળી

PC: gq.com

ફ્રાન્સની ફાર્મસીઓમાં હવે 26 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે ફ્રીમાં કોન્ડોમ ઉપલબ્ધ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોએ તેને પ્રિવેન્ટિવ હેલ્થ કેરમાં એક નાની ક્રાંતિ કહી છે. નવા વર્ષથી લાગૂ થયેલી અને ડિસેમ્બરમાં મેક્રોન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સ્વાસ્થ્ય રણનીતિનો ઉદ્દેશ ફ્રાન્સના યુવાનો વચ્ચે યૌન સંચારિત રોગો(એસટીડી)નો પ્રસાર રોકવાનો છે. આ શરૂમાં 18-25 વર્ષના લોકો માટે છે પરંતુ તેના પછી નાબાલિકો સુધી વધારવામાં આવ્યું છે.

CNNના કહેવા પ્રમાણે, થોડા દિવસો પહેલા સરકારી પ્રવક્તા ઓલિવિયર વેરને એક ટ્વીટમાં કહ્યું હતું, 1 જાન્યુઆરીથી બધી મહિલાઓને ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર મફતમાં ઈમરજન્સી ગર્ભનિરોધક પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જણાવી દઈએ 1 જાન્યુઆરી, 2022થી 26 વર્ષથી ઓછી ઉંમરની ફ્રાન્સની મહિલાઓ પાસે પહેલેથી જ મફતમાં ગર્ભનિરોધકની સુવિધા હતી. જોકે તેમાં ડૉક્ટરની દવાઓ અને તેમના દ્વારા પસંદ કરવામાં આવેલી ગર્ભનિરોધક સાથે જોડાયેલી ચિકિત્સા પ્રક્રિયાઓ સામેલ હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નવીનતમ ઉપાય એટલા સમાટે કરવામાં આવ્યા છે કારણ કે સ્વાસ્થ્ય અધિકારીઓનું અનુમાન છે કે 2020 અને 2021માં ફ્રાન્સમાં યૌન સંબંધિત સંચારિત રોગોના દરમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે, મેક્રોને ડિસેમ્બરમાં કહ્યું હતું કે, આ પ્રિવેન્ટીવ હેલ્થ કેરમાં એક નાનકડી ક્રાંતિ છે. આ આવશ્યક છે જેથી અમારા યુવાનો સંભોગ દરમિયાન પોતાને સુરક્ષિત રાખે.

1 જાન્યુઆરીથી ફ્રાન્સની મહિલાઓએ આ સેવાનો લાભ ઉઠાવવાનો પણ શરૂ કરી દીધો છે. તેમાં ડૉક્ટરો તથા દવાના પ્રિસ્ક્રીપ્શન અને તેમના દ્વારા બતાવવામાં આવેલા ગર્ભનિરોધક સાથે જોડાયેલા ચિકિત્સા ઉપાય પણ સામેલ છે. આ કદમ એવા સમયે ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે ફ્રાન્સમાં રોજ એસટીડી એટલે કે યૌન સંબંધિત બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. આ પહેલા નાબાલિકને સામેલ ન કરવા પર સરકારે લોકોની ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવેથી નાબાલિકોને પણ મફતમાં આ સેવાનો લાભ મળશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp