
એક છોકરીએ જ્યારે પોતાના ફોટોઝ એડલ્ટ સાઇટ પર જોયા તો એ ચોંકી ગઇ. એક ફોટોશૂટ દરમિયાન તેણે ફોટો શૂટ કરાવ્યું હતું. પણ ફોટોગ્રાફરે તેની મરજી વગર આ ફોટોઝ એડલ્ટ સાઇટ પર અપલોડ કરી દીધા હતા. જોકે, છોકરી ચાહતી હતી કે તે ફોટોગ્રાફર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે પણ તે આમ ન કરી શકી. તેણે પોતે જ તેની આમ ન કરી શકવાની મજબૂરી કહી છે. આ ઘટના અમેરિકાની છે.
મીડિયા સાથે વાત કરતા 21 વર્ષની સાવા શુલ્ઝે કહ્યું કે, નર્સિંગનો કોર્સ કરતી વખતે મોડલિંગમાં કરિયર બનાવવાનો તેણે નિર્ણય લીધો હતો. તેના માટે એક ફોટોગ્રાફર સાથે તેણે કોન્ટેક્ટ કર્યો હતો, ફોટોગ્રાફરે તેના ગ્લેમરસ ફોટોઝ લીધા હતા. પણ તે ફોટોગ્રાફરે તેની સાથે વિશ્વાસઘાત કર્યો અને તેને પુછ્યા વગર અને વગર તેની મરજીએ આ ફોટા એડલ્ટ સાઇટ પર અપલોડ કરી દીધા હતા.
અમેરિકાના ઉટાહમાં રહેતી સાવા કહે છે કે, એ વખતે તેની ઉંમર 19 વર્ષની હતી. મિત્રો પાસેથી ખબર પડી કે, તેના ફોટોઝ એડલ્ટ સાઇટ પર વાયલર થઇ રહ્યા છે. આ વાતની ખબર પડતા જ તેના હોંશ ઉડી ગયા હતા, કારણ કે, તેણે આમ કરવાની તેને પરમિશન નહોતી આપી.
એ સમયને યાદ કરતા સાવા કહે છે કે, આ જાણીને તેનું દિલ તુટી ગયું હતું કારણ કે, લોકોએ કહ્યું કે, તેના બોલ્ડ ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ લીક થઇ ગયા હતા. તેનો કંટ્રોલ તેના પર નહોતો રહ્યો. ફોટોગ્રાફરના વિશ્વાસઘાતે તેને શર્મસાર અનુભવ કરાવ્યો. તેને આ વાત પર ગુસ્સો પણ આવી રહ્યો હતો. પણ તેણે પોતાની જાતને સાચવી લીધી.
સાવા કહે છે કે, ફોટોગ્રાફર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી ન હોતી કરી શકતી કારણ કે, તેની સાથે કોઇ લેખિત સમજૂતી નહોતી થઇ. જોકે, તેને આવનારા સમય માટે સબક મળી ગઇ હતી. સાવાએ અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કર્યા.
હાલ, સાવા ફુલ ટાઇમ કોન્ટેન્ટ ક્રિએટરના રૂપમાં કામ કરી રહી છે. તેણે પોતાની ઓળખ એક મોડલના રૂપમાં બનાવી લીધી. સાવાએ એડલ્ટ સાઇટ પર પોતાનું એકાઉન્ટ પણ બનાવી લીધું છે. જ્યારે, ઇન્સ્ટાગ્રામ પર તેના 10 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. ત્યાં તે પોતાના ગ્લેમરસ ફોટોઝ શેર કરે છે. ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp