આ કોઈ રેલી નથી,લોટના ટ્રકની પાછળ ભાગતા લોકો છે, જુઓ શું હોલ થયા છે પાકિસ્તાનના..

PC: punjabijagran.com

પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કટોકટી સતત વધી રહી છે. ઘઉંની અછતના કારણે અહી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં લોટની અછત છે. ઘઉં માટે થયેલા નાસભાગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘણા લોકો લોટ લઈને જતી ટ્રકનો પીછો કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ટુ વ્હીલરમાં સવાર ઘણા લોકો લોટ ભરેલી ટ્રકનો પીછો કરતા જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં એવું લાગે છે કે બાઇક રેલી નીકળી છે પરંતુ તે ઘઉંનો લોટ લઈને જતી ટ્રકનો પીછો કરી રહેલા લોકોની ભીડ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નેશનલ ઇક્વાલિટી પાર્ટીની પાર્ટી JKGBLના અધ્યક્ષ પ્રોફેસર સજ્જાદ રાજાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરીને તેણે પોતાને પાકિસ્તાની ન હોવા બદલ ભાગ્યશાળી ગણાવ્યો હતો.

સજ્જાદ રાજાએ ટ્વિટર પર લખ્યું કે આ કોઈ મોટરસાઈકલ રેલી નથી. પાકિસ્તાનમાં લોકો માત્ર 1 થેલી લોટ ખરીદવાની આશામાં ઘઉંનો લોટ લઈ જતી એક ટ્રકનો પીછો કરી રહ્યા છે. તેમણે લખ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોએ પોતાની આંખો ખોલવી જોઈએ. હું નસીબદાર છું કે હું પાકિસ્તાની નથી અને આપણું ભવિષ્યને લઈને નિર્ણય લેવા માટે સ્વતંત્ર છીએ. શું પાકિસ્તાન સાથે અમારું કોઈ ભવિષ્ય છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો નોટો લહેરાવીને ટ્રકનો પીછો કરી રહ્યા છે. ટ્રક બંધ થતાં જ લોકો લોટ માટે દોડી જાય છે. આ દરમિયાન ધક્કા મુક્કી પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઘઉંની ભારે અછત છે. અહીં લોટના ભાવ આસમાને છે. ઘઉં માટે નાસભાગ મચી ગઈ છે. ઘણી જગ્યાએ પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp