આ છે દુનિયાનું ખતરનાક ઝેર, 1 ગ્રામ માત્રાથી 5 કરોડ લોકોના મોત થઇ શકે, કિંમત…
તમે સાઇનાઇડ વિશે સાંભળ્યું જ હશે, જે ખૂબ જ ખતરનાક ઝેર માનવામાં આવે છે. એ જ રીતે, પોલોનિયમ-210 નામનું બીજું ખતરનાક ઝેર છે. જો કે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવું માનવામાં આવે છે કે તેના માત્ર એક ગ્રામથી 5 કરોડ લોકોના મોત થઇ શકે છે.
પોલોનિયમ 210 એક રેડિયોએક્ટિવ તત્વ છે, જેમાંથી નિકળતા રેડિએશન માનવ શરીરની અંદરના અંગોની સાથે સાથે DNA અને ઇમ્યૂન સીસ્ટમને ઝડપથી તબાહ કરી શકે છે. એ એટલું સુક્ષ્મ હોય છે કે મૃત શરીરમાં તેની હાજરી શોધવી મુશ્કેલ પડે છે. ભારતમા તો પોલોનિયમ 210ને શોધવાની તપાસ કરવી અશક્ય છે.
મેરી ક્યૂરી
પોલોનિયમ-210 ની શોધ 1898 માં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યુરી દ્વારા કરવામાં આવી હતી. તેમને રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં રેડિયમ શુદ્ધિકરણ માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. આ ઉપરાંત તેમને રેડિયોએક્ટિવિટીની શોધ માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. પોતાના દેશ પોલેન્ડના નામ પરથી મેરીએ પોલોનિયમ 210 નામ રાખ્યું હતું. જો કે કમનસીબે આ શોધને કારણે મેરી ક્યુરીએ પોતાની જ દીકરીને ગુમાવવાનો વારો આવ્યો હતો. પોલોનિયમનો એક કણ મેરીની પુત્રી ઇરીન જ્યૂલીયટ ક્યુરીએ ખાધો હતો. 10 વર્ષ પછી ઇરીનનું મોત થયું હતું.
જોકે પહેલા પોલોનિયમનું નામ રેડિયમ F હતું, પરંતુ બાદમાં તેને બદલવામાં આવ્યું. વૈજ્ઞાનિકોના મતે જો પોલોનિયમ-210 મીઠાના નાના કણો જેટલા પણ માનવ શરીરમાં જાય તો તે ક્ષણભરમાં મરી શકે છે.પોલોનિયમ 210ની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે જો તેના ખાવામાં ભેળવી દેવામાં આવે તો તેના સ્વાદની ખબર જ નથી પડતી.
આ સિવાય એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલના સૌથી મોટાદુશ્મન ગણાતા પેલેસ્ટાઈનના નેતા યાસર અરાફાતનું મોત પણ આ ઝેરના કારણે થયું હતું. આની તપાસ કરવા માટે, તેના મૃતદેહને દફન કર્યાના ઘણા વર્ષો પછી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે તેના શરીરના અવશેષોમાં રેડિયોએક્ટિવ પોલોનિયમ-210 મળી આવ્યું હતું. જો કે આ પહેલા 2006માં રશિયાના જાસુસ એલેકઝાન્ડર લિતીવેનેકોનું પણ અવસાન પોલિનિયમ 210ને કારણે થયું હતું.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલોનિયમ 210 એટલું ખતરનાક હોય છે કે માત્ર 1 ગ્રામમાં જ 5 કરોડ લોકોના મોત થઇ શકે છે. આમ તો પોલોનિયમ વાતાવરણમાં મોજુદ હોય છે, પરંતુ તેને ભેગા કરવાનું ભારે મુશ્કેલ હોય છે. ન્યુકલીયર રીએકટર વર્ષમાં માત્ર 100 ગ્રામ પોલોનિયમ 210ને ભેગું કરી શકે છે. પોલોનિયમ 210 માનવ શરીરમાં પણ હોય છે,ધુમ્રપાન કરનારા લોકોના શરીરમાં તેની માત્રા વધારે હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલોનિયમ 210 ઝેરની કિંમત 2400 કરોડ રૂપિયા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp