આ આઈલેન્ડના 10 ટકા લોકોને નથી દેખાતા રંગ,તેમની દુનિયા છે માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ

PC: twitter.com

વર્ષ 1775માં પ્રશાંત મહાસાગરમાં પિંગેલૈપ આઈલેન્ડમાં એક તોફાન આવ્યું હતું. કહેવામાં આવે છે કે આ ભયાનક તોફાનમાં માત્ર 20 લોકો જ બચ્યા હતા, જેમાંથી એક ત્યાંનો રાજા હતો. ઘણા વર્ષો પછી આ વિસ્તારની વસ્તીનો એક ભાગકલર બ્લાઈન્ડ છે. તેના કારણે અહીં ઘણી ઓછી વસ્તી હતી. કલર બ્લાઈન્ડનેસ મતલબ કે તેમાં રંગ દેખાતા નથી અથવા તો કેટલાંક રંગો જોવામાં તકલીફ પડે છે. નેશનલ આઈ ઈન્સ્ટીટ્યૂટ પ્રમાણે, ઉત્તરી યુરોપીય વંશના આશરે 8 ટકા પુરુષો અને 0.5 ટકા મહિલાઓમાં લીલા-લાલ રંગની કલર બ્લાઈન્ડનેસ જોવા મળે છે.

જોકે પિંગેલૈપ આઈલેન્ડની લગભગ 10 ટકા વસ્તી એક દુર્લભ સ્થિતિનો શિકાર છે. આ મેડિકલ કન્ડીશનને પૂર્ણ અક્રોમેટોપ્સિયા અથવા ટોટલ કલર બ્લાઈન્ડનેસ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોને ઘણા કલર દેખાતા નથી. રંગોને સમજવાવાળા કોન શંકુઓ ના હોવાના કારણે તેમને માત્ર સફેદ, કાળો અને ગ્રે કલર જ દેખાય છે. તેની સાથે સાથે અક્રોમૈટોપ્સિયાવાળા લોકો પ્રકાશ પ્રત્યે ઘણા સંવેદનશીલ હોય છે, તેમનું વિઝન શાર્પ નથી હોતું સાથે તેમની આંખોમાં અન્ય સમસ્યા પણ હોઈ શકે છે.

પિંગેલૈપની વસ્તી પહેલાથી જ ઓછી હતી પરંતુ 1775માં તોફાન આવ્યા પછી 19 લોકો અને રાજાને છોડીને બાકી બધા લોકો મરી ગયા હતા. સંભાવના છે કે રાજાની પાસે એક રિસેસિવ જીન હતો જેના કારણે આ સ્થિતિ બની હતી. અમેરિકન જર્નલ ઓફ હ્યુમન જીનેટીક્સમાં પ્રકાશિત એક પેપરમાં કહેવામાં આવ્યું છે કે લેંગકીકી તોફાનમાં બે ભાઈઓ બચ્યા હતા. સેમેનુહ્વેનું એક બાળક હતું, જ્યારે મવાહુલેની ત્રણ પત્નીઓના 7 બાળકો હતા, જેમાંથી એકે પોતાની કઝીન બહેન એટલે કે સેમેનુહ્વેની છોકરી સાથે લગ્ન કર્યા હતા. થઈ શકે કે તોફાન આવવા પહેલા આ જીન હાજર રહ્યો હોય પંરતુ તે દુર્લભ હતો પરંતુ જીન મ્યુટેશનના કારણે આગળ વધી ગયું હોય. આઈલેન્ડ પર આટલા ઓછા લોકો વચ્ચે ઘણું પ્રજનન થયું અને જીન વસ્તીમાં ફેલાઈ ગયું. આ જીન દુનિયાભરમાં 30000 લોકોમાંથી એકને પ્રભાવિત કરે છે, પરંતુ પિંગેલૈપની વસ્તીના 10 ટકા લોકો તેનાથી પ્રભાવિત છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp