આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિને મળ્યું ગણતંત્ર દિવસના સમારોહના ચીફ ગેસ્ટનું આમંત્રણ

PC: twitter.com/DrSJaishankar

ભારતના પ્રજાસત્તાક દિવસ 2023ના ભવ્ય સમારોહ માટે મિસ્રના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ આપ્યું છે. વર્ષ 2014થી મિસ્રના રાષ્ટ્રપતિ પદ સંભાળી રહેલા અલ સિસીને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને અરબ બંને માટે ભારતને સમાન પહોંચના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.

આ વર્ષે બંને દેશોના રાજકીય સંબંધોના 75 વર્ષને ઉજવવામાં આવ્યા હતા. જ્યારે ભારત મિસ્ર સાથેના પોતાના રાજકીય અને સૈન્ય સંબંધોને સતત વધારી રહ્યું છે. આ વાતોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી તરફથી 2023ના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસીને આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે.

મિસ્ર, અરબ દેશોમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. આ સાથે જ મિસ્ર આફ્રિકામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. તેવામાં રાષ્ટ્રપતિ અલ સિસી માટે રેડ કાર્પેટ બિછાવવાથી એ સંકેત મળે છે કે આવનારા કેટલાંક વર્ષોમાં દિલ્હી-કૈરો સંબંધો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આગામી વર્ષે આયોજિત થનારા જી20 શિખર સંમેલન માટે જે દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં આ ઉત્તર આફ્રિકી દેશ પણ સામેલ છે.

થોડા સમય પહેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાની મિસ્ર યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશો પણ પહોંચાડ્યો હતો. આ બીજી વખત છે, જ્યારે મોદી સરકારે પ્રજાસત્તાક દિવસના સમારોહ માટે કોઈ આફ્રિકી દેશના નેતાને આમંત્રણ આપ્યું છે. મતલબ લાગી રહ્યું છે કે ભારત આફ્રિકાની સાથે સંબંધ વધારવા માટે ઈચ્છુક છે.મે મહિનામાં થયેલી ચૂંટણીમાં ભારે બહુમત સાથે મિસ્રના પૂર્વ સૈન્ય પ્રમુખ અબ્દુલ ફતાહ અલ સિસીએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા. 96.66 ટકા વોટ હાંસલ કરીને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp