રશિયાનો ખાડો પૃથ્વી માટે મુસીબત બની શકે છે, 8000 વર્ષ જૂનું ભેંસનું માંસ મળ્યું

આપણી પૃથ્વીની સપાટીની બનાવટ વિવિધ સ્થળોએ અલગ-અલગ હોય છે. ક્યાંક મેદાનો છે તો ક્યાંક ઉંચી ટેકરીઓ અને ઊંડા ખાડાઓ છે, પરંતુ આજે અમે તમને એક એવા ખાડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દુનિયા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. વૈજ્ઞાનિકો પણ આ ખાડાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ ખાડો સાઇબિરિયામાં છે, જે વિશ્વનો સૌથી મોટો પર્માફ્રોસ્ટ ખાડો છે, જેનો અર્થ છે કે આ સ્થળ લાખો વર્ષોથી બર્ફીલા વાતાવરણમાં થીજી ગયેલી જમીન અને માટીથી ઘેરાયેલું છે.

ચિંતાની વાત એ છે કે હવે આ ખાડો લગાતાર વધતો જઇ રહ્યો છે. આ ખાડાને ‘બાટાગાઇકા’ અથવા ‘બાટાગે’ના નામથી પણ ઓળખવામાં આવે છે.12 જુલાઇએ સાઇબિરિયાના Ruptly.tv એ ખાડાની ઉપર ડ્રોન ઉડાવીને તસ્વીરો લીધી હતી. જેનાથી જાણવા મળ્યું કે આ ખાડાનો આકાર લગાતાર વધી રહ્યો છે. હાલમાં આ ખાડો 0.8 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેનો મતલબ છે કે આટલા વિસ્તારમાં 145 ફુટબોલ મેદાન આવી શકે છે. આ ખાડાનું ઉંડુ નિશાન 1940માં જોવા મળ્યુ હતું, જે પછી તેનો વિસ્તાર સતત વધી રહ્યો છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ખાડામાં 1.26  લાખ વર્ષ જુની માટી અને બરફ મૌજુદ છે. જેને મધ્ય પ્લીસ્ટોસીન કાળથી સંબંધિત માનવામાં આવે છે.વૈજ્ઞાવિકો હજુ સુધી આ બધા બદલાવ પાછળનું કારણ સમજી શક્યા નથી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખાડાની ઊંડાઈ વધી છે, જેને રશિયન વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે. રશિયન એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિક એલેક્સી લુપાચેવના જણાવ્યા અનુસાર, આ એક દુર્લભ ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી પર હવામાન પરિવર્તનથી મોટો ખતરો છે. હવામાન પરિવર્તનને કારણે જ લાખો વર્ષોથી બરફમાં જામેલી આ જમીન હવે કાદવ અને ખાડાનું રૂપ લઇ રહી છે.

ઉપરથી જોતા તેની આકૃતિ એક વિશાળ માછલી જેવી લાગે છે. આ સ્થળ સાઇબિરિયાના સાખા રિપબ્લિકમાં આવેલું છે. ડ્રોન અને ઉપગ્રહ તસ્વીરો પરથી એ સાબિત થઇ રહ્યું છે કે આ ખાડો લગાતર વધી રહ્યો છે. આ જગ્યા પર હજારો કરોડો વર્ષ જુની માટી અને કાદવ મૌજુદ છે. , આ વિસ્તારમાં જંગલો કપાવવાને કારણે જમીનનું ધોવાણ શરૂ થયું છે, જેના કારણે ખાડાની નીચેનું બર્ફીલું પાણી ઓગળવા લાગ્યું છે. અહીં એક વિશાળ ભેજવાળો ખાડો બન્યો છે, જેમાં 80 ટકા બરફ છે. જ્યારે બરફ પીગળે છે, ત્યારે બાકીનો ભાગ ખાડામાં ફેરવાય છે. એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોને આ ખાડામાંથી લગભગ 8000 વર્ષ જૂની મોટી ભેંસ (બાઇસન)નું માંસ મળ્યું હતું.  એવો અંદાજ છે કે આ ખાડામાં જુના જીવો અને વનસ્પતિઓના અવશેષો હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp