તુર્કી ભૂકંપના 128 કલાક બાદ કાટમાળમાંથી જીવિત મળ્યું નવજાત

PC: twitter.com/Muhamme02062811

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપથી જાન-માલનું ભારે નુકસાન થયું છે. અત્યાર સુધી કાટમાળમાંથી શબ મળવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધી મૃતકોની સંખ્યા 36 હજારને પાર પહોંચી ગઈ છે. ભૂકંપથી એક તરફ જ્યાં ભારે ભૂકંપ થયો ત્યાં જ હેરાનીમાં નાખનારી એક ઘટના સામે આવી છે, જેને ભગવાનનો ચમત્કાર જ કહીશું. તુર્કીના હેતે પ્રોવિન્સમાં ભૂકંપથી ધ્વસ્ત થઈ ચૂકેલા ઘરમાં એક નવજાત બાળક કાટમાળ નીચે દબાઈ રહ્યું અને તે 128 કલાક બાદ રેસ્ક્યૂમાં જીવિત મળ્યું છે.

આ બાળકનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ ભાવુક કરનારો છે. 128 કલાક સુધી આ બાળક ભૂખ્યું-તરસ્યું તડપ્યું હશે. જ્યારે તેને બચાવવમાં આવ્યું તો બેભાન થઈ ચૂક્યું હતું, પરંતુ જેવી જ તે હોશમાં આવ્યું, એ વ્યક્તિની આંગળી ચૂસવા લાગ્યું, જેણે તેને ખોળામાં ઉઠાવ્યું હતું. ટ્વીટર પર સૌથી પહેલા મુહમ્મદ બેરામ નામના યુઝરે @Muhamme02062811 હેન્ડલ પરથી આ તસવીર શેર કરી છે. જોત જોતમાં તે આખી દુનિયામાં વાયરલ થઈ ગઈ. બાળકનો ચહેરો, તેની માસૂમિયત જોઈને લોકોની આંખોમાં આંસુ આવી જાય છે.

રિપોર્ટ્સ મુજબ, જ્યારે આ બાળકને કાઢવામાં આવ્યું તો લોકો બૂમ પાડી ઉઠ્યા, તેમણે ખુશીમાં તાળીઓ પાડી અને ભગવાનનો આભાર માન્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આટલા કલાક મોતનો સામનો થયા છતા બાળકના ચહેરા પર કેટલું સુંદર હાસ્ય છે. તે વારંવાર બચાવ અને રાહત કાર્યમાં લાગેલા વ્યક્તિની આંગળી ચૂસવાનો પ્રયત્ન કરે છે. આ અગાઉ NDRFની ટીમે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાંઆ કાટમાળમાં ફસાયેલી 8 વર્ષની છોકરીને પણ સુરક્ષિત કાઢી લીધી હતી.

આ અગાઉ તુર્કીમાં રાહત અને બચાવ કામમાં લાગેલા NDRFના જવાનોએ તુર્કી સેનાના જવાનો સાથે ગાઝિયાટેપ પ્રાંતના નૂરદગી શહેરમાં અભિયાન ચલાવ્યું હતું. NDRFના જવાનોએ ગુરુવારે એ વિસ્તારથી 6 વર્ષની એક છોકરીનું રેસ્ક્યૂ કર્યું હતું. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ હાલત રોજ ખરાબ થતી જઇ રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધી 36 હજાર કરતા વધુ લોકો મોતને ભેટવાના સમાચાર છે.

ભારત બંને દેશોમાં ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ મદદ પહોંચાડી રહ્યું છે. NDRF ટીમો તુર્કી અને સીરિયામાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. તુર્કીની રાજ્ય સમાચાર એજન્સી અનાડોલુંએ જણાવ્યું કે, દક્ષિણી તુર્કીના હાટે પ્રાંતમાં ભૂકંપના 149 કલાક બાદ એક 35 વર્ષીય વ્યક્તિને એક પડી ગયેલી ઇમરતના કાટમાળમાંથી બચાવવામાં આવ્યો. મુસ્તફા સરિગુલના રૂપમાં ઓળખાયેલા વ્યક્તિને સ્કેન દરમિયાન અપાર્ટમેન્ટ ઇમરત્ન ખંડેરોમાં હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp