અમેરિકામાં ડેરી ફાર્મમાં બ્લાસ્ટ થતા 18000 ગાયોના દર્દનાક મોત

PC: twitter.com

અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા વિસ્ફોટ અને લાગેલી આ ઓછામાં ઓછી 18 હજાર ગાયોના મોત થઈ ગયા છે. તે દુનિયામાં કોઈ ઘટનામાં સૌથી વધુ પ્રાણીઓના મોત છે. આ વિસ્ફોટ સોમવારે ટેક્સાસ ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરીમાં થયો હતો. ધમાકો એટલો જબરદસ્ત હતો કે આખા વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો. આ આગને બુઝાવવામાં ફાયર બ્રિગેડને ઘણા કલાકોની મહેનત કરવી પડી. ત્યારબાદ ખબર પડી કે આગ લાગવા દરમિયાન 18 હજાર ગાયોનું મોત થઈ ગયું છે. એ અમેરિકા રોજ મરતી ગાયોની સંખ્યાની લગભગ 3 ગણી છે.

આગ પર નિયંત્રણ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડે જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને નુકસાન થયું નથી. તેમાં એક ડેરી ફર્મનો કર્મચારી ફસાઈ ગયો હતો, જેને ખૂબ મુશ્કેલીથી બચાવવામાં આવ્યો. ગંભીર રૂપે દાઝી ગયેલા બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, વિસ્ફોટની શરૂઆત કેવી રીતે થઈ. જો કે, કાઉન્ટી જજ મેંડી ગેફેલરે આશંકા વ્યક્ત કરી છે કે કોઈ ઉપકરણમાં આવેલી ખામીથી થઈ શકે છે. એક સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ, ટેક્સાસના ફાયર વિભાગના અધિકારી કારણોની તપાસ કરશે.

આગમાં મરનારી મોટા ભાગની ગાયો હોલ્સટિન અને જર્સી ગાયોનું મિશ્રણ હતી. આ આગમાં ફાર્મની 90 ટકા ગાયોનું મોત થઈ ગયું છે. જ્યારે ધમાકો થયો તો ગાયો દૂધ કાઢવાની રાહમાં એક મોટા વાડામાં બંધાયેલી હતી. એટલી મોટી સંખ્યામાં ગાયોના મોતથી ફાર્માનો આખો વ્યવસાય નષ્ટ થઈ ગયો છે. એક અનુમાન મુજબ, એક ગાયની કિંમત એવેરેજ 2000 ડોલર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મોટો અવાજ સંભળાયો અને માઈલો સુધી ધુમાડાના મોટા મોટા વાદળોને જોયા.

કાળો ધુમાડો આસપાસના વિસ્તારોથી પણ માઈલો સુધી જોવા મળ્યો. સાઉથ ફોર્ક ડેરી ફાર્મ કાસ્ત્રો કાઉન્ટીમાં સ્થિત જે ટેક્સાસમાં સૌથી વધારે ડેરી ઉત્પાદક કાઉન્ટીમાંથી એક છે. ટેક્સાની વર્ષ 2021ના રિપોર્ટ મુજબ, કાસ્ત્રો કાઉન્ટીમાં 30 હજાર કરવા વધારે પશુ છે. ડિમિટના મેયર રોજર માલોને આગને મન અને દિલ કંપાવી નાખનારી કહી. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આવી ઘટના અહીં પહેલા ક્યારેય થઈ છે. આ એક વાસ્તવિક ત્રાસદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp