અહી લગ્ન અગાઉ પોતાના અંડાણું ફ્રીઝ કેમ કરી રહી છે છોકરીઓ?

PC: news.yahoo.com

પોતાના લિવિંગ રૂમના ફર્શ પર પગ ફેલાવીને બેઠી વિવિયન તુંગ પોતાના પેટને સંકોચીને એક જગ્યા શોધી રહી છે, જ્યાં તે અંડાણુઓની સંખ્યા વધારવા માટે ઉપયોગ કરવામાં આવતી હોર્મોનલ દવા રેકોવેલની ઇન્જેક્શન લગાવી શકે. તાઈવાનની રહેવાસી 33 વર્ષીય તુંગ બ્રાન્ડ માર્કેટિંગ ડિરેક્ટર છે, જે ભવિષ્ય માટે પોતાના અંડાણું ફ્રીઝ કરાવી રહી છે. ફ્રીઝિંગની પ્રક્રિયા બે અઠવાડિયામાં તેને આ ઇન્જેક્શન રોજ લગાવવા કહેવામાં આવ્યું છે. એકલી રહેતી તુંગ તાઇવાનની એ મહિલાઓમાંથી એક છે જે પોતાના અંડાણુંને ભવિષ્યમાં ઉપયોગ માટે ફ્રીઝ કરાવી રહી છે જેથી પછી બાળકોને જન્મ આપી શકે. જો કે, હાલના કાયદા હેઠળ તે ત્યાં સુધી અંડાણુંનો ઉપયોગ નહીં કરી શકે જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય.

તુંગ કહે છે કે તાઈવાનમાં ઘણી મહિલાઓ સ્વતંત્ર છે, તેમનું ફોકસ કરિયર પર છે અને તેઓ માત્ર બાળકને જન્મ આપવા માટે લગ્ન કરવા માગતી નથી. તે અંડાણુંને ફ્રીઝ કરાવવાને લઈને કહે છે કે, આ મારી વીમા પોલિસી છે. મારો પરિવાર મારો સાથ આપે છે અને મારી પસંદનું સન્માન કરે છે. તેણે કહ્યું કે, જ્યારે તેણે સાંભળ્યું કે હું પોતાના અંડાણું ફ્રીઝ કરાવી રહી છું તો તેમને પણ સારું લાગ્યું હતું. તાઇવાનમાં પ્રતિ મહિલા 0.89 બાળકોનો પ્રજનન દર છે, જે દક્ષિણ કોરિયા અને હોંગકોંગ બાદ દુનિયામાં સૌથી ઓછો છે. તાઇવાનમાં લગ્ન કર્યા વિના પર મહિલાઓ પોતાના અંડાણું ફ્રીઝ કરાવી શકે છે, જ્યારે ચીનમાં તેના પર પ્રતિબંધ છે.

જો કે, જો મહિલા સમલૈંગિક લગ્ન કરે છે તો કાયદો તેને અંડાણુંના ઉપયોગની મંજૂરી આપતો નથી. તાઇવાની ડૉક્ટરે કહ્યું કે, આ પ્રતિબંધોના કારણે 8 ટકા મહિલાઓ જ પોતાના અંડાણુંને ફ્રીઝ કર્યા બાદ તેનો ઉપયોગ કરી શકે છે, જ્યારે અમેરિકામાં તે લગભગ 38 ટકા છે. તુંગ લગ્ન કર્યા વિના બાળકને જન્મ આપવા માગે છે, પરંતુ કાયદાને જોતા તેને હાલમાં તેની મંજૂરી નથી. એટલે તે પોતાના અંડાણું ફ્રીઝ કરાવી રહી છે જેથી જો ભવિષ્યમાં કાયદામાં બદલાવ થાય તો બાળકને જન્મ આપી શકે, તેને આશા છે કે આગામી સમયમાં તાઈવાનના કાયદામાં બદલાવ કરીને કુંવારી મહિલાઓને પણ બાળકોને જન્મ આપવાની મંજૂરી મળી જશે.

અંડાણું ફ્રીઝ કરાવવાની સર્જરી અગાઉ તુંગને ઘણી વખત પોતાના હોર્મોન લેવલની તપાસ માટે બ્લડ ટેસ્ટ કરવું પડ્યું. તે કહે છે કે, મારા પ્રયાસો રંગ લાવ્યા.. મારું માનવું છે કે છોકરીઓમાં વધતા આ ટ્રેન્ડને જોતા કેટલાક વર્ષોમાં ટાઈવાનના કાયદાને ઉદાર બનાવી શકાય છે. લોકો આ મુદ્દા પર જાગૃત થઈ રહ્યા છે, જેથી સરકારને કાયદામાં બદલાવ કરવામાં મદદ મળી શકે છે. તાઇવાન વર્ષ 2019માં સમલૈંગિક લગ્નને યોગ્ય બનાવનારો એશિયાની પહેલી જગ્યા બની ગયો હતો. મેમાં સમલૈંગિક યુગલોને સંયુક્ત રૂપે એક બાળક દત્તક લેવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો.

રાજધાની તાઈપેની એક હૉસ્પિટલમાં ચિકિત્સા કેન્દ્રના મુખ્ય ડિરેક્ટર લી યી પિંગે કહ્યું કે, તાઇવાન પ્રજનન સંઘ અને સરકાર વચ્ચે લગ્ન વિના બાળકોને જન્મ આપવાને લઈને વાત ચાલી રહી હતી, પરંતુ સવાલ એ છે કે તેમાં કેટલો સમય લાગશે? એ કોઈને ખબર નથી. તે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. હવે આપણે સમજમાં સામાન્ય સહમતી બનવાની રાહ જોવી જોઈએ. નેશનલ તાઇવાન યુનિવર્સિટી હૉસ્પિટલની એક સ્ટડી મુજબ, તાઈવાનમાં અંડાણું ફ્રીજિંગમાં માગ વધી ગઈ છે. છેલ્લા 3 વર્ષોમાં 25-39 વર્ષની મહિલાઓની સંખ્યામાં 86 ટકાનો વધારો થયો છે.

તાઇવાન અગાઉ એગ બેંક, સ્ટોક ફર્ટિલિટી ક્લિનિકના સંસ્થાપક ડૉ. લાઇ હ્સિંગ હુઆએ કહ્યું કે, મહામારી બાદ અંડાણું ફ્રીઝ કરાવનારી મહિલાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે જેને જોતા ગયા વર્ષે એગ ફ્રીઝિંગ માટે એક ડઝનથી વધુ સેન્ટર ખોલવામાં આવ્યા. તાઇપે અને સિન્ચૂના ફ્રીઝિંગ ક્લિનિકમાં નવા દર્દીઓની સંખ્યામાં દર વર્ષે 50 ટકાની વૃદ્ધિ થઈ છે. તેમઆ વધારાનું કારણ સ્થાનિક સરકારો તરફથી એગ ફ્રીઝિંગ પર સબસિડી આપવાનું પણ છે. જો કે, સ્થાનિક સરકાર એક વર્ષમાં કુલ 1,400 મહિલાઓને જ સબસિડી આપે છે. આ કારણે ઘણી મહિલાઓ માટે પોતાના અંડાણું ફ્રીઝ કરવી શકવું સંભાવના નથી.

અંડાણું ફ્રીઝિંગની દવાઓ અને હૉસ્પિટલનો ખર્ચ 2600 થી 3900 ડોલર વચ્ચે છે, અંડાણું ફ્રિઝિંગનો વાર્ષિક ચાર્જ 160 થી 320 ડોલર સુધી હોય છે. તુંગે અંડાણું ફ્રીઝિંગ માટે લગતા પૈસા પોતે આપ્યા. જો કે સર્જરીના દિવસે તેના માતા-પિતા જ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. 40 મિનિટની સર્જરી માટે તુંગને સામાન્ય એનેસ્થિસિયા આપવામાં આવ્યું અને ત્યારબાદ 2 કલાક સુધી રિકવરી રૂમમાં રાખવામાં આવી. ઘર જતી વખત તુંગે કહ્યું કે, હકીકતમાં મારા મનને જેમ કે શાંતિ મળી ગઈ. જો ભવિષ્યમાં કોઈ અવસર મળે તો હું બાળકોને જન્મ આપવા માગું તો ઓછામાં ઓછો મને એ અવસર તો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp