પાકિસ્તાનના આ શહેર પર આતંકીઓએ કર્યો કબજો, TTPથી જીવ બચાવીને ભાગી સેના

PC: livehindustan.com

પાકિસ્તાનના ચિત્રાલ જિલ્લા પર હવે આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ કબજો કરી લીધો છે. અહીં હજારો લડાકા ઉપસ્થિત છે અને તેમણે પાકિસ્તાની સેનાના જવાનોને બંધક બનાવીને રાખ્યા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં હુમલો કરતા ઘણા ગામોને પોતાના કબજામાં લઈ લીધા છે. અહીં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા જવાના સમાચાર પણ છે. તહરિક-એ-તાલિબાન પાકિસ્તાને દાવો કર્યો કે બુધવારે સવારે 4:00 વાગ્યે શરૂ કરેલા ઓપરેશન બાદ ચિત્રાલ પર કબજો કરી લીધો છે.

એક આતંકી કમાંડરે કહ્યું કે, અહીં ઈન્ટરનેટ ખરાબ છે, પરંતુ જલદી જ અહીની તસવીર શેર થશે. પાકિસ્તાની સેનાના લગભગ 75 સૈન્ય કર્મીઓને TTPએ જીવતા પકડ્યા છે અને તેમણે લડાઈમાં 10ને મોતને ઘાટ ઉતાર્યા છે. તો 40 કરતા વધુ સૈનિક ઇજાગ્રસ્ત થયા છે. શરૂઆતી હુમલા બાદ સહાયતા કાફલાને ભારે ક્ષતિ થઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાની મીડિયા પર આ હુમલાના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. TTPએ રિપોર્ટમાં પુષ્ટિ કરતા કહ્યું કે, તે ચિત્રાલમાં બળો પર સંગઠિત હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાની સેના નકલી કહાનીનો ઉપયોગ કરી રહી છે કે TTP અફઘાનિસ્તાન ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે જે સાચું નથી.

તેણે આગળ કહ્યું કે, આ ત્યારની વાત છે જ્યારે અમને સ્થાનિક ચિત્રાલના લોકોનો ફોન આવ્યો, જે અમારું સમર્થન ઇચ્છતા હતા અને તેમણે અમને જણાવ્યું કે તેઓ અમારી સાથે ઊભા છે. એક ન્યૂઝ ચેનલે પાકિસ્તાનના PMO અને સૂચના મંત્રાલય સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે તેણે ચિત્રાલ જિલ્લાના કળશ ક્ષેત્રમાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ કરી દીધો. પાકિસ્તાન સેનાની મીડિયા વિંગ મુજબ, ગોળીબારી દરમિયાન ઓછામાં ઓછા 12 આતંકવાદી માર્યા ગયા, જ્યારે 4 પાકિસ્તાની સૈનિક શાહિદ થયા.

હવે ખિપ્રો, સંધાર, સિંધમાં પણ સાંપ્રદાયિક ઘર્ષણના સમાચાર છે. કાપરુંમાં કર્બલાની શહાદતની 40મી વરસી પર જુલૂસ કાઢ્યા બાદ બે સંપ્રદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. ત્યાં લોકો એક-બીજા પર લાઠી-દંડા અને પથ્થરોથી હુમલો કરી રહ્યા છે. પૂર્વ મંત્રી શાજિયા અટ્ટા મેરીએ કહ્યું કે, હાં અમે બધા ચિંતિત છીએ અને ઘટનાઓ પર સૂક્ષ્મતાથી નજર રાખી રહ્યા છીએ. સ્થિતિ સંવેદનશીલ છે અને ખિપ્રોમાં અતિરિક્ત પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. કાર્યવાહક ગૃહ મંત્રીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp