જંગલમાં પતિ સાથે દલિલ કરવા ગાડીમાંથી ઉતરી મહિલા, વાઘ આવ્યો અને ખેચી ગયો, Video

PC: twitter.com

સોશિયલ મીડિયા પર મહિલા પર વાઘના હુમલાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ ગયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા પતિ સાથે બહેસ કરવા માટે ગાડીમાંથી ઉતરી હતી કે ત્યારે જ જંગલમાં રહેતા વાઘે હુમલો કરી દીધો. આ 26 સેકન્ડના વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે મહિલા જંગલ વચ્ચેથી પસાર થતા રસ્તા પર પોતાની કાર રોકે છે અને ગાડીમાંથી ઉતરીને બીજી તરફ જાય છે. આ દરમિયાન બહાર જ ઊભી થઈને કારમાં બેઠા એક વ્યક્તિ સાથે કંઈક વાત કરવા લાગે છે.

ત્યારે જ જંગલમાંથી એક વાઘ આવે છે અને મહિલાને દબોચીને તેને ખેચતો ત્યાંથી લઈ જાય છે. મહિલાની મદદ માટે 2 લોકો ઉતરે છે. આ પોઈન્ટ પર વીડિયો સમાપ્ત થઈ જાય છે. આ વીડિયો ચીનના બીજિંગનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ શોકિંગ વીડિયો ક્રેઝી ક્લિપ્સ ઓનલી (@crazyclipsonly) નામના ટ્વીટર પેજ પરથી 27 માર્ચના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે વીડિયોના કેપ્શનમાં દાવો કર્યો કે વાઘ સફારી દરમિયાન મહિલા પોતાના પતિ સાથે બહેસ કરવા માટે ગાડીમાંથી ઉતરી ગઈ હતી. આ ક્લિપ ઈન્ટરનેટ પર છવાઈ છે, જેને અત્યાર સુધી 67 લાખ વ્યૂઝ અને 87 હજાર લાઇક્સ મળી ચૂકી છે.

સાથે જ ભારે સંખ્યામાં યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપી છે. જ્યાં કેટલાક યુઝર્સે કેપ્શન વાંચીને મજાકિયા અંદાજમાં ટિપ્પણી કરી, તો કેટલાક યુઝર્સે આ ઘટનાનો રિપોર્ટ શેર કર્યો. આ ક્લિપ વર્ષ 2022માં પણ વાયરલ થઈ ચૂકી છે. CBS ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, આ ઘટના વર્ષ 2016માં ચીનના બીજિંગમાં થઈ હતી. જ્યાં એક વન્યજીવ પાર્કમાં સાઇબેરિયન વાઘે એક મહિલાનો જીવ લઈ લીધો હતો. જ્યારે પોતાની કારથી બહાર નીકળવા પર બીજી મહિલાને ઇજાગ્રસ્ત કરી દીધી હતી.

‘લીગલ ઈવનિંગ ન્યૂઝ’ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘બીજિંગ બેડાલિંગ વાઇલ્ડલાઇફ વર્લ્ડ’નો પ્રવાસ કરી રહેલી એક મહિલા જ્યારે પોતાની કારમાંથી બહાર નીકળી તો એક વાઘે તેના પર તરાપ મારી દીધી. તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીજી મહિલા પોતાની સાથીની મદદ કરવાનો પ્રયાસ કરવા માટે વાહનથી બહાર નીકળી હતી. જેને વાઘ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp