દુનિયાના ઇતિહાસમાં પહેલીવાર ટ્રાન્સજેન્ડર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે

PC: etvbharat.com

રિક્કી વેલેરી કોલે 'મિસ નેધરલેન્ડ્સ'નો પ્રખ્યાત ખિતાબ જીતનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મોડલ બનીને ઈતિહાસ રચ્યો છે. બ્રેડાની 22 વર્ષની ડચ-મોલુક્કન મોડલ અને અભિનેત્રીએ અન્ય સ્પર્ધકો પર જીત મેળવીને એક માઇલ સ્ટોન બનાવ્યો છે.રિક્કી યુવતીઓ અને સમલૈંગિક લોકો માટે અવાજ અને રોલ મોડલ બનવા માંગે છે.

મિસ નેધરલેન્ડ્સ 2023 નો ખિતાબ જીત્યા પછી, મોડલ રિક્કી વેલેરી કોલે પ્રતિષ્ઠિત 72માં મિસ યુનિવર્સ ટાઈટલ માટે સ્પર્ધક તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

મોડલ રિક્કી વેલેરી કોલે 'મિસ નેધરલેન્ડ 2023'નો ખિતાબ જીત્યો છે. રસપ્રદ વાત એ છે કે રિકી આ ટાઇટલ જીતનાર પ્રથમ ટ્રાંસજેન્ડર મોડલ છે. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટ્રાંસજેન્ડર મહિલાને તાજ પહેરાવવામાં આવ્યો હોય.

આ જીત સાથે, મોડલ રિક્કી વેલેરી કોલે પ્રતિષ્ઠિત 72માં મિસ યુનિવર્સ ટાઈટલ માટે સ્પર્ધક તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. 22 વર્ષીય મોડેલે શનિવારે એમ્સ્ટરડેમમાં એક શાનદાર સમારોહમાં હબીબા મુસ્તફા, લૂ ડર્ચ અને નથાલી મોગબેલઝાદાને હરાવી હરીફાઈ જીતી લીધી.

ઈતિહાસ રચ્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા રિક્કીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હું કે, મેં આ કરી બતાવ્યું છે. હું વ્યક્ત કરી શકતી નથી કે હું કેટલી ખુશ અને ગર્વતા અનુભવું છું. પોતાના સમુદાયને ગર્વની અનુભૂતિ કરાવતા,  રિક્કીએ આગળ લખ્યું, 'આ પણ કરી શકાય છે. હા હું એક ટ્રાંસ છું અને મારી સ્ટોરી દરેક સાથે શેર કરવા માંગુ છું, હું રિક્કી છું અને આ બધું મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. મેં આ જાતે કર્યું છે અને આ ક્ષણ હંમેશા મારા માટે ખાસ રહેશે.

દરમિયાન, મોડલ રિક્કી વેલેરી કોલેએ તેના ઇન્સ્ટાગ્રામ પર સમારંભના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે, જેમાં અન્ય મોડલ સાથેના તેની તાજપોશીના દ્રશ્યો પણ સામેલ છે. રિક્કી  રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનારી બીજી ટ્રાંસ વુમન છે. 2018 માં, એન્જેલા પોન્સે મિસ સ્પેનનો તાજ બનીને ઇતિહાસ રચ્યો હતો.

અહેવાલો અનુસાર, મોડલ રિક્કી વેલેરી કોલેનો જન્મ બ્રેડા શહેરમાં જૈવિક પુરુષ તરીકે થયો હતો. તે યુવતીઓ અને સમલૈંગિક લોકો માટે અવાજ અને રોલ મોડલ બનવા માંગે છે. આટલું જ નહીં, તે ભેદભાવ સામે લડવા માટે અન્યને સશક્ત બનાવવા માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp