
અમેરિકામાં ગન ફાયરિંગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તેના કારણે આખા વર્ષમાં હજારો લોકોએ જીવન ગુમાવવાનો વારો આવે છે અને અમેરિકન સરકાને આ સમસ્યાનો કોઇ મજબૂત હલ નથી દેખાઇ રહ્યો. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે વધતી ગોળીબારીનું કારણ બંદૂકો નથી પણ આધ્યાત્મિક સમસ્યા લાગે છે.
ટ્રંપ ઇન્ડિયાના પોલિસમાં નેશનલ રાઇફલ એસોસિએશનની વાર્ષિક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં તેમણે કહ્યું કે, મોટા પાયા પર ઘાતક ગોળીબારી થવી, બંદૂકોની સમસ્યા નથી પણ આવી સામૂહિક ઘટનાઓ પાછળ માનસિક સ્વાસ્થ્ય, ટ્રાન્સજેન્ડર સમુદાય અને મેરિજુઆનાનો ઉપયોગ વધુ દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ એક સામાજિક સમસ્યા છે. આ એક સાંસ્કૃતિક સમસ્યા છે અને એક આધ્યાત્મિક સમસ્યા પણ છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ઇન્ડિયાનાપોલિસમાં નેશનલ રાઇફલ એસોસિએશન કન્વેન્શનમાં ગન હિંસા પર બોલતા હતા કે, નૈશવિલમાં એક ક્રિશ્ચિયન પ્રાઇમરી સ્કૂલમાં થયેલા હુમલાની ખબરથી અમે ચોંકી ઉઠ્યા છીએ. અમારી સહાનુભૂતી એ બાળકોના પરિવારો સાથે છે, તેમના માટે પ્રાર્થના કરીએ છીએ, કે તેઓ સલામત રહે. અમે એ કાયદા પ્રવર્તન નાયકોને પણ સલામ કરીએ છીએ, કે જેમણે જોખમ ઉઠાવીને ગુનેગારોને પકડી લીધા, જે ગોળીબાર કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, આ એક ગોટાળો છે અને ત્રાસદી છે કે દર વર્ષે, વોશિંગ્ટનમાં ગોળીબારીની ઘટનાઓ વધતી રહી છે અને ડેમોક્રેટ્સે પોતાના રેડિકલ ગન કંટ્રોલ એજન્ડા હેઠળ સ્કૂલોમાં સુરક્ષા ઉપાયોની મજાક બનાવી દીધી છે. તેનાથી વાસ્તવમાં પાગલ અને હિંસક વ્યક્તિઓના હુમલા નથી રોકાઇ રહ્યા અને ગોળીબારીની ઘટનાઓ પણ ન અટકાવી શકાશે. પૂર્વ રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે, વર્ષ 2000ની આસપાસ ક્યારેય પણ સ્કૂલની ગોળીબારી વિશે વાત નહોતી કરવામાં આવી.
તેમણે કહ્યું કે, આપણો દેશ સદિઓથી બંદૂકોથી ભરેલો છે અને વર્ષ 2000ની આસપાસ સ્કૂલના બાળકોના નરસંહાર જેવી કોઇ ઘટનાઓ સામે નહોતી આવી. આ વાસ્તવમાં ત્યારે શરૂ થયું, કે જ્યારે ડેમોક્રેટ્સની સત્તા હતી, તેમણે કહ્યું કે, હું કહીશ કે, આ બંદૂકોની સમસ્યા નથી. આ એક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. આ એક સોશિયલ પ્રોબ્લેમ છે. આ એક કલ્ચરલ પ્રોબ્લેમ છે. આ એક સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ છે.
ટ્રંપે કહ્યું કે, જો તેઓ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો, હાલના ગન લોને પાછો ખેંચશે અને અમેરિકાની દરેક સ્કૂલના પ્રવેશ દ્વાર પર સુરક્ષા ગાર્ડ તહેનાત કરાવશે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસથી સંપૂર્ણ રીતે અપ્રભાવી કાયદાને નિરસ્ત કરવા માટે કહીશ, જે અમારી સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થાને સુચારૂ નથી કરતા, પણ અપરાધીઓની રાહ સરળ બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp