ટ્રમ્પ તો નીકળ્યા પૂરા લાલચુ, PM મોદી, CM યોગી સહિતની રૂ. 2 કરોડની ગિફટ ઘરે...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેમ ‘તોશખાના’ જેવો કૌભાંડ કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ રહેતા વિદેશી નેતાઓ દ્વારા મળેલા 250,000 ડોલર (2.06 કરોડ રૂપિયા)ની ગિફ્ટનો ખુલાસો કર્યો નથી. આ ઉપહારોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ પણ સામેલ છે.

અમેરિકન કોંગ્રેસના ડેમોક્રેટ્સ કમિટીના એક રિપોર્ટમાં ટ્રમ્પ આ આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે, ટ્રમ્પે તેમને અને તેમના પરિવારને મળેલી 100 વિદેશી ગિફ્ટનો ખુલાસો કર્યો નથી. તેની કિંમત 250,000 ડોલર હતી. રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પ પરિવારને ભારતની યાત્રા દરમિયાન કુલ 17 ગિફ્ટ મળી હતી. તેની કિંમત 47,000 અમેરિકન ડોલર હતી. તેમાં યોગી આદિત્યનાથ દ્વારા 8500 અમેરિકન ડોલરની ફૂલદાની, 4600 ડોલરનું તાજમહેલ મોડલ, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિન્દ દ્વારા 6600 ડોલરનો ભારતીય ગાદલો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1900 ડોલરના કફલિન્ક સામેલ છે.

રિપોર્ટનું ટાઇટલ છે ‘સાઉદી સવર્ડ, ઇન્ડિયન જ્વેલરી એન્ડ એ લાર્જર ધેન લાઇફ સાલ્વાડોરન પોટ્રેટ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ: ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ફેલિયર ટૂ ડિસ્ક્લોઝ મેજર ફોરેન ગિફ્ટ.’ ડેમોક્રેટ્સ કમિટીની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ રહેતા આ ઉપહારોનો વિદેશી સરાકરી અધિકારીઓને ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા. જ્યારે ફોરેન ગિફ્ટ્સ એન્ડ ડેકોરેશન એક્ટ હેઠળ તેમણે એમ કરવું જોઈતું હતું. ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીથી છે. તેઓ વર્ષ 2017-21 સુધી અમરીકના રાષ્ટ્રપતિ રહ્યા.

ડેમોક્રેટ્સ સાંસદ અને દેખરેખ અને જવાબદાર સમિતિના સભ્ય જેમી રસ્કીને કહ્યું કે, ડેમોક્રેટ્સ કમિટી આ ગુમ થયેલા મોટા ઉપહારોના અંતિમ સ્થળની જાણકારી લગાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપહારોમાં ગોલ્ફ ક્લબ, અલ સાલ્વાડોરથી ડોનાલ્ડ ટ્રમ્પના લાર્જર ધેન લાઇફ પોર્ટ્રેટ અને અન્ય સંભવિત આઈટમ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા નિયંત્રણો અને સ્પષ્ટ રેકોર્ડ રાખવામાં કમિના કારણે આ ઉપહારોને નુકસાન થયું છે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈમરાન ખાન પણ આ પ્રકારના તોશખાના મામલાના દોષી ઠેરવવામાં આવ્યા છે. પાકિસ્તાની ચૂંટણી પંચે આ મામલે ઈમરાન ખાનની સંસદ સભ્યતા રદ્દ કરી દીધી હતી. તેમનના પર આરોપ છે કે વડાપ્રધાન રહેતા જે ગિફ્ટ્સ મળી હતી, એ બાબતે ખોટી જાણકારી આપી. તોશખાના પાકિસ્તાની કેબિનેટનો એક વિભાગ છે, જ્યાં અન્ય દેશો સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય ગિફ્ટને રાખવામાં આવે છે. નિયમો હેઠળ કોઈ બીજા દેશોના પ્રમુખો કે ગણમાન્ય લોકો પાસેથી મળેલી ગિફ્ટને તોશાખાનામાં રાખવા જરૂરી છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.