એક દિવસમાં સમાપ્ત કરાવી દેત રશિયા-યુક્રેન યુદ્ધ, પુતિન મારી વાત સાંભળતે: ટ્રમ્પ

અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ આ વિનાશકારી યુદ્ધને એક દિવસમાં સમાપ્ત કરાવી શકે છે. આ નિવેદન ટ્રમ્પે શનિવારે ‘કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ’ (CPEC)માં પોતાના સંબોધન દરમિયાન આપ્યું. તેમણે વર્ષ 2024મા અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે.
તેઓ પોતાની રિપબ્લિકન પાર્ટીના પ્રભુત્વને ફરી કાયમ કરવાનો પૂરો પ્રયત્ન કરવામાં લાગ્યા છે. એક રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે પૂરી 100 મિનિટનું ભાષણ આપ્યું. તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધને સમય પર સમાપ્ત કરાવવા, ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની પણ વાત કહી, પરંતુ તેમણે દાવો કર્યો કે તેઓ એમ નહીં થવા દે. રોયટર્સના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ આ યુદ્ધના સમાધાન માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સારી રીતે મળતા અને તેઓ જરૂર તેમની વાત માનતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ભાર આપીને કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઓગસ્ટ 2021મા અફઘાનિસ્તાનથી અમેરિકાની અસફળ વાપસીના કારણે યુક્રેન પર આક્રમણ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, જો ઝડપથી પગલાં ન ઉઠાવવામાં આવ્યા તો આપણે ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા જઈ રહ્યા છીએ. હું એકમાત્ર ઉમેદવાર છું, જે આ વાયદો કરી શકે છે કે હું ત્રીજા વિશ્વ યુદ્ધને રોકીશ.
એ પહેલા જ હું ઓવલ કાર્યાલયમાં પહોંચું, હું રશિયા અને યુક્રેન વચ્ચે વિનાશકારી યુદ્ધને સમાપ્ત કરી દઇશ. મને ખબર છે કે, ત્યાં શું કહેવાનું છે. જો બાઈડેન વ્હાઇટ હાઉસથી નીકળશે અને અમેરિકાને આ ખલનાયકો અને બદમશોથી હંમેશાં માટે આઝાદ કરાવીશું. તેમણે બાઈડેન પ્રશાસનની નીતિઓની નિંદા કરી અને કહ્યું કે, આ આપણાં દેશના ઇતિહાસનો સૌથી ખતરનાક સમય છે.
તો રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને રશિયન વિદેશ મંત્રીએ રાયસીના ડાયલોગ દરમિયાન કહ્યું કે, રશિયાએ યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ યુક્રેની લોકોનો સહારો લઈને ઊલટાનું રશિયા પર આક્રમણ કરવામાં આવ્યું છે. જે યુદ્ધને આપણે રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેણે યુક્રેનના લોકોના સહારો લેવાનો શરૂ કરી દીધો. તેમણે પશ્ચિમી દેશો પર બેવડા વલણનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓ G20 મીટિંગ દરમિયાન રશિયા અને યુક્રેનના મુદ્દા પર બરાડા પાડી રહ્યા છે, પરંતુ તેઓ ઈરાક, લીબિયા, અફઘાનિસ્તાન અને યુગોસ્લાવિયાની વાતો કેમ કરી રહ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp