ટીપા-ટીપાનો થશે હિસાબ, આ દેશમાં ગણતરી કરીને મળશે પાણી, વધારે પીધું તો થશે જેલ

PC: twitter.com/ReutersScience

ટ્યૂનિશિયાએ આગામી 6 મહિના માટે પીવાના પાણી માટે કોટા સિસ્ટમ લગાવી દીધી છે એટલે કે, પીવા માટે પાણી ગણતરી કરીને મળશે. એટલું જ નહીં, ખેતીવાડી માટે પાણીના ઉપયોગ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહી આ સખત નિયમ આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. ટ્યૂનિશિયાના કૃષિ મંત્રાલયના અધિકારી હમાદી હબીબે કહ્યું કે, તેમનો દેશ છેલ્લા ઘણા મહિનાઓથી ભયાનક સુકાથી ઝઝૂમી રહ્યો છે. તેના ડેમોમાં પાણીની ક્ષમતા 100 કરોડ ક્યૂબિક મીટર છે, જે ઘટીને માત્ર 30 ટકા બચી છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરથી લઈને માર્ચના મધ્ય સુધી ટ્યૂનિશિયામાં વરસાદની ભયાનક કમી રહી હતી. કૃષિ મંત્રાલયે આ પરિસ્થિતિને જોતા નિર્ણય લીધો કે, આગામી 6 મહિના સુધી પાણીની રાશનિંગ થશે. કોઈ પોતાની કાર નહીં ધોય, છોડ-વૃક્ષોને પાણી નહીં નાખે, ન ગલીઓની સફાઇ પાણીથી કરશે. ન કોઈ સાર્વજનિક સ્થળની સફાઇમાં પાણીનો ઉપયોગ થશે. કોઈએ નિયમ તોડ્યો તો તેને દંડ, જેલ કે બંને થઈ શકે છે. ટ્યૂનિશિયાના જળ કાયદા હેઠળ નિયમ તોડનારને 6 દિવસથી લઈને 6 મહિના સુધી જેલ થઈ શકે છે.

ટ્યૂનિશિયાના લોકોનું કહેવું છે કે, તેમની સરકાર છેલ્લા 2 અઠવાડિયાથી રાત્રે પાણી સપ્લાઈમાં ઘટાડો કરી રહી છે. રાજધાની અને ઘણા અન્ય શહેરોમાં પાણીની રાશનિંગ શરૂ થઈ ચૂકી છે. જેના કારણે આખા દેશમાં ગુસ્સો ફેલાઈ ગયો છે. સરકારના આ નિર્ણયથી આખા દેશમાં સામાજિક રીતે તણાવ ફેલાઈ રહ્યો છે. સૌથી ખરાબ પરિસ્થિતિ ગરીબોની થઈ રહી છે. પાણીને લઈને કરવામાં આવેલા નિર્ણયના કારણે મોંઘવારી ઝડપથી વધી રહી છે.

દેશના ઉત્તરમાં ઉપસ્થિત સીદી સલેમ ડેમ, જે મોટા વિસ્તારને પાણી આપે છે, તેમાં હવે માત્ર 16 ટકા પાણી બચ્યું છે. જ્યારે સામાન્ય દિવસોમાં મહત્તમ 58 કરોડ ક્યૂબિક મીટર પાણી રહે છે. ખેડૂત યુનિયનના અધિકારી મોહમ્મદ રજાઈબિયાએ જણાવ્યું કે, પાણીની અછતના કારણે ટ્યૂનિશિયાના પાક ઉત્પાદનમાં ભયાનક ઘટાડો આવ્યો છે. ગયા વર્ષે ત્યાં 7.50 લાખ ટન પાક થયો હતો. જે આ વર્ષે ઘટીને 2.50 લાખ ટન થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp