તુર્કીના ભૂકંપમાં પહેલા ભારતીયનું મોત, કાટમાળમાં કચડાયો ચહેરો, આ રીતે થઇ ઓળખ

તુર્કીમાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભીષણ ભૂકંપ બાદ ગુમ એક ભારતીય નાગરિક શનિવારે એ હોટલના કાટમાળમાં મૃત હાલતમાં મળ્યો, જ્યાં તે રોકાયો હતો. ઉત્તરાખંડના પૌડી જિલ્લાના રહેવાસી અને બેંગ્લોરની એક કંપની માટે કામ કરનાર વિજયકુમાર ગૌડ એક સત્તાવાર કામ માટે તુર્કી ગયો હતો. ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ, વિજયનો ચહેરો ઓળખાવો મુશ્કેલ હતો કેમ કે તેનો ચહેરો પૂરી રીતે કચડાઇ ગયો હતો અને તેના એક હાથ પર ‘ઓમ’ શબ્દનું ટેટૂ હતું.

વિજય કુમાર ગૌડ પૌડી જિલ્લાના કોટદ્વારના પદમપુરનો રહેવાસી હતો. તુર્કીની એ હોટલના કાટમાળમાં શુક્રવારે તેના કપડાં મળ્યા બાદ શનિવારે તુર્કીમાં ઉપસ્થિત ભારતીય દૂતાવસે ટ્વીટ કરી કે, ‘અમે દુઃખ સાથે સૂચિત કરીએ છીએ કે 6 ફેબ્રુઆરીના રોજ ભૂકંપ બાદથી તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક શ્રી વિજય કુમારના શબના કેટલાક હિસ્સા મળી ગયા છે. તુર્કીની મલત્યામાં એક હોટલના કાટમાળ વચ્ચે તેનું શબ કાઢવામાં આવ્યું છે. ત્યાં તે એક બિઝનેસ ટ્રીપ પર ગયો હતો.’

વિજય ગૌડની પત્ની અને પુત્ર આટલા દિવસોથી દુઃખમાં હતા. તેઓ ડરેલા હતા કે ક્યાંક આ ભૂકંપની તબાહીમાં વિજય સાથે કંઇક ખરાબ ન થઇ જાય, પરંતુ સર્ચ ઓપરેશનના પાંચમા દિવસે પરિવારને એ જ સમાચાર મળ્યા, જે તેઓ સાંભળવા માગતા નહોતા. વિજય કુમારના પાર્થિવ દેહને પહેલા ઇસ્તાંબુલ અને પછી દિલ્હી લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસના અધિકારીઓના સંદર્ભે જાણકારોએ જણાવ્યું કે તેના પાર્થિવ દેહને કોટદ્વાર પહોંચવામાં 3 દિવસ લાગી શકે છે.

તુર્કીમાં ઉપસ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટર પર કહ્યું કે, તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારું ઊંડી સંવેદનાઓ છે. અમે તેમના પાર્થિવ દેહને વહેલી તકે તેમના પરિવાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. તેના મોટા ભાઇ અરુણ કુમાર ગૌડે કહ્યું કે, વિજય ઑક્સી પ્લાન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માટે કામ કરતો હતો અને એક બિઝનેસ ટુર પર ગયો હતો. પોતાનો ભાઇ ગુમ થયા બાદ અરુણે જણાવ્યું કે આટલા દિવસોથી તેના ફોનની રિંગ તો વાગી રહી હતી, પરંતુ કોઇ જવાબ આવતો નહોતો.

તેણે કહ્યું હતું કે, તેની પત્ની અને 6 વર્ષની દીકરીએ છેલ્લી વખત તેને 5 ફેબ્રુઆરીના રોજ ફોન પર વાત કરી હતી અને તેમણે 20 ફેબ્રુઆરીએ ભારત ફરવાનું હતું. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, ભૂકંપ બાદ એક ભારતીય ગુમ છે અને 10 અન્ય ફસાયા છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં સુરક્ષિત છે. અધિકારીઓ મુજબ, તુર્કીમાં ભારતીયોની સંખ્યા લગભગ 3000 હતી, જેમાંથી લગભગ 1800 ઇસ્તાંબુલ અને તેની આસપાસ રહે છે જ્યારે 250 અન્કારામાં અને બાકી આખા દેશમાં ફેલાયેલા છે. જે હોટલમાં વિજય રોકાયો હતો તે 6 ફેબ્રુઆરીના રોજ પડી ગઇ જ્યારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને મોત અને વિનાશનું નિશાન છોડી ગયો.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.