BBCના ટ્વિટર હેન્ડલ પર મસ્કે એવું લખાવ્યું કે મીડિયા હાઉસ અકળાઇ ગયું

PC: twitter.com/BBC

બ્રિટિશ બ્રૉડકાસ્ટ કોર્પોરેશન BBC પર ટ્વીટરે નવું લેબલ લગાવ્યું છે. બિઝનેસમેન એલન મસ્કના સ્વામિત્વવાળા ટ્વીટરે BBCના વેરિફાઇડ ટ્વીટર અકાઉન્ટ પર ‘ગવર્મેન્ટ ફંડેડ મીડિયા’નું લેબલ લગાવી દીધું છે, જેને જોઈને BBC તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. BBC તરફથી ટ્વીટર મેનેજમેન્ટ સમક્ષ આપત્તિ દર્શાવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું કે ટ્વીટરે અમારા પર આ લેબલ તાત્કાલિક હટાવી દેવું જોઈએ. ટ્વીટરના આ પગલાં બાદ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને કહ્યું કે, તેણે મુદાન યથાશીધ્ર સમાધાન માટે સોશિયલ મીડિયા કંપની સાથે સંપર્ક કર્યો છે.

BBCએ એક નિવેદનમાં કહ્યું કે, BBC સ્વતંત્ર સંસ્થા છે અને હંમેશાં રહેશે. અમે લાઇસન્સ ચાર્જ દ્વારા બ્રિટિશ લોકોથી નાણાકીય પોષિત છીએ. ટ્વીટર પ્રમુખ એલન મસ્ક સાથે થયેલા સંવાદથી ખબર પડે છે કે તેઓ એક એવું લેબલ લગાવવા પર વિચાર કરી રહ્યા છે, જે બધી મીડિયા સંસ્થાઓને તેના ‘નાણાકીય સ્પષ્ટ સ્ત્રોતો’થી જોડી દેશે. BBCને મોકલેલા એલન મસ્કના E-mailમાં કહેવામાં આવ્યું છે કે, અમે વધુ પારદર્શિતા અને સ્પષ્ટતાનું લક્ષ્ય કરી રહ્યા છીએ. સ્વામિત્વ અને કોષના સ્ત્રોને અરસપરસમાં જોડવું કંઇ મહત્ત્વ રાખતું નથી.

તેમાં કહેવામાં આવ્યું છે કે, મારું માનવું છે કે, મીડિયા સંસ્થાઓને સ્વ-અવગત હોવું જોઈએ અને પૂર્વગ્રહની પૂર્ણ અનુપસ્થિતિ હોવાનો ખોટો દાવો ન કરવો જોઈએ. હું એ ઉલ્લેખ કરવા માગીશ કે, હું ટ્વીટર પર BBC ન્યૂઝને ફોલો કરું છું કેમ કે મને લાગે છે કે તે ઓછા પૂર્વગ્રહ રાખનારમાં સામે છે. બ્રિટનમાં ટી.વી. પ્રસારણોનું સીધું કે લાઈવ સ્ટ્રીમિંગ જોવ માટે કાયદા હેઠળ જરૂરી 159 પાઉન્ટનું વાર્ષિક લાઈસન્સ ચાર્જ બ્રિટિશ સરકારે નક્કી કર્યું છે અને એ બ્રિટિશ પરિવારો દ્વારા ચૂકવવામાં આવે છે.

BBCએ કહ્યું કે, ટ્વીટર પર BBCના અકાઉન્ટના 22 લાખ ફોલોઅર્સ છે. લંડન હેડક્વાર્ટરવાળ મીડિયા સંસ્થા મુજબ, BBCનું ટ્વીટર અકાઉન્ટ BBC દ્વારા નિર્મિત ટી.વી. કાર્યક્રમો, રેડિયો કાર્યક્રમો અને અન્ય સમાચાર સમગ્રીઓ બાબતે પ્રામાણિક રૂપે અદ્યતન જાણકારીઓ શેર કરે છે. BBCના સત્તાવાર અધિકાર પત્ર (ચાર્ટર)માં કહેવામાં આવ્યું ચે કે સંસ્થાએ સ્વતંત્ર હોવું જોઈએ. ખાસ કરીને સંપાદકીય અને રચનાત્મક નિર્ણય લેવામાં. BBC વર્લ્ડ સર્વિસને સંચાલિત કરવા માટે સરકાર પાસેથી 9 કરોડ પાઉન્ડ પ્રાપ્ત કરે છે. BBC અકાઉન્ટ પ્રત્યે પોતાના હાલના પગલાંથી ટ્વીટરે અમેરિકન સાર્વજનિક પ્રસારણકર્તા NPR ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ પણ કંઈક એવું જ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp