વ્યક્તિએ એક જ દિવસે 7 અલગ-અલગ છોકરીઓ સાથે કર્યા લગ્ન, 100 બાળકોનો રાખ્યો ટારગેટ

PC: tribuneonlineng.com

યુગાંડાના રહેવાસી એક વ્યક્તિએ એક જ દિવસે 7 અલગ-અલગ છોકરીઓ સાથે લગ્ન કર્યા. તેમાંથી બે સગી બહેનો પણ છે. યુગાંડાના પ્રસિદ્ધ પારંપરિક ચિકિત્સક હબીબ એનસિકોને ગત દિવસોમાં આ લગ્ન કર્યા છે, જેમની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. 43 વર્ષીય હબીબનું કહેવું છે કે, તે અન્ય પત્નીઓ રાખવાની પણ યોજના બનાવી રહ્યો છે જેથી 100 બાળકોનું લક્ષ્ય હાંસલ કરી શકે. મારા પરિવારમાં અમે ઘણા ઓછા છીએ એટલે હું ઘણા બાળકોને જન્મ આપવા માગું છું જેથી અમે એક મોટો પરિવાર બનાવી શકીએ.

પોતાના લગ્નની તૈયારીમાં તેણે પોતાની દરેક પત્નીને નવી કારો આપી અને તેમના માતા-પિતાને પણ ઘણા ઉપહાર આપ્યા, જેમાં બંને પત્નીઓ જે બહેનો છે તેમના માતા-પિતા માટે બાઇક પણ સામેલ હતી. આ હબીબના પહેલા લગ્ન નથી કેમ કે તેના આ અગાઉ જ એક પત્ની છે જેનું નામ મુસાન્યૂસા છે. હબીબે દરેક દુલ્હન સાથે તેમના ઘર પર એક પારંપરિક સમારોહમાં અલગ-અલગ લગ્ન કર્યા. ત્યારબાદ એક રિસેપ્શન આયોજિત કર્યું, જેમાં તમામ સામેલ થઈ.

દુલ્હનો 40 લીમો અને 30 બાઇક્સના બેડા વચ્ચે સ્ટાઈલીસ ઢંગે પહોંચી. એક શાનદાર સંગીત કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને એક ઉપસ્થિત વ્યક્તિએ કહ્યું કે, કેટલાક લોકોને વિશ્વાસ થઈ રહ્યો નહોતો કે તે વાસ્તવિક હતું, બીજાએ કહ્યું કે આ પહેલી વખત છે જે તે આ પ્રકારનો કાર્યક્રમ જોશે. સ્વાગત સમારોહમાં હબીબે પોતાની પત્નીઓના વખાણ કરતા મહેમાનોને કહ્યું કે, મારી પત્નીઓ પરસ્પર ઈર્ષ્યા કરતી નથી. મેં તેમને અલગ-અલગ રજૂ કરી અને એક મોટો ખુશાલ પરિવાર બનાવવા માટે એક જ વખતમાં લગ્ન કર્યા.

લગ્ન કર્યા બાદ હબીબે કહ્યું કે, હું અત્યારે પણ એક યુવાન છું. સેલિબ્રેશન બાદ હબીબ અને તેની પત્નીઓને સાઇકલ ચાલકો અને બાઇક્સ દ્વારા એક જુલૂસમાં લઈ જવામાં આવી, ત્યારબાદ તેઓ સ્થાનિક વિસ્તારોથી થઈને પસાર થયા. હબીબના પિતાના જણાવ્યા મુજબ, બહુવિવાહ જે યુગાંડામાં કાયદેસર છે, તેમના પરિવારમાં ખૂબ સામાન્ય છે. તેમણે કહ્યું કે, મારા દાદાની 6 પત્નીઓ હતી, જે એક જ ઘરમાં પરદાથી અલગ-અલગ રહેતી હતી.

મારા પોતાના દિવંગત પિતાની 5 પત્નીઓ હતી અને મારી સ્વયં 4 પત્નીઓ છે જે એક જ ઘરમાં રહે છે. કોઈ પણ પરિવારમાં 7 કરતા ઓછા લગ્ન નથી થયા અને એવી અટકળો છે કે હબીબે યુગાંડામાં એક દિવસમાં સૌથી વધુ પત્નીઓના લગ્નનો રેકોર્ડ તોડી દીધો છે. આ અવસર પર ગામના પ્રમુખ ઇમેનુએલ ઓવેરેએ કહ્યું કે, દુર્લભ ગુણોવાળો આ વ્યક્તિ લગભગ 4 વર્ષ અગાઉ આ ગામમાં વસી ગયો હતો. તેણે આવીને અહી જમીન ખરીદી અને મને એક પારંપરિક ચિકિત્સકના રૂપમાં ઓળખ આપી. અમે તેને પોતાનો વેપાર કરવાની મંજૂરી આપી. જ્યારે તે અહી આવ્યો તો અમને ખબર નહોતી કે તે અમને પ્રસિદ્ધિ અપાવશે. અમારા ગામનું નામ હવે ઠેર-ઠેર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp