કપડા ઉતારી મહિલાનો ફ્લાઈટમાં હંગામો, સિગારેટ પીવાની અને કોકપિટમાં જવાની કરી જીદ

PC: newsnationtv.com

ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જરે તેના કપડા ઉતારી દેતાં હોબાળો થયો હતો. મહિલા સિગારેટ પીવા માંગતી હતી અને કોકપીટમાં જવાની જીદ કરી રહી હતી. ફ્લાઈટના ક્રૂ મેમ્બરોએ મહિલાને ઘણી સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માનતી ન હતી. જ્યારે એક ક્રૂ મેમ્બર મહિલાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેણે તેને દાંત વડે બચકું ભર્યું હતું. આ ઘટનાથી સમગ્ર ફ્લાઈટમાં ખળભળાટ મચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ સ્ટેવ્રોપોલથી રશિયાની રાજધાની મોસ્કો જઈ રહી હતી. આ દરમિયાન એન્ઝેલીકા મોસ્કવિટિના નામની મહિલા પેસેન્જર ફ્લાઈટના ટોઈલેટમાં ગઈ અને ધૂમ્રપાન કરવા લાગી. સ્ટેવ્રોપોલથી મોસ્કો જઈ રહેલા એરોફ્લોટ પ્લેનમાં હંગામો મચાવવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી.

મહિલાએ ફ્લાઇટમાં બાળકો સહિત અન્ય મુસાફરોની સામે પોતાનું ટોપ ઉતાર્યું હતું. જે બાદ તે અર્ધનગ્ન થઈ ગઈ અને બધાની સામે હંગામો મચાવવા લાગી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફ્લાઈટના સભ્યોનું કહેવું છે કે, મહિલા કદાચ નશાની હાલતમાં હતી.

મહિલા પ્લેનના ટોયલેટમાં બંધ કરીને સિગારેટ પી રહી હતી, ત્યારે પ્લેનમાં ખળભળાટ થવા લાગ્યો, ટર્બ્યુલન્સનો અર્થ છે કે, જ્યારે પ્લેન હવામાં હોય છે, ત્યારે તે વાઇબ્રેટ થવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા કપડા વગરની જોવા મળી રહી છે. આ જોઈને પ્લેનમાં બેઠેલા કેટલાક લોકોએ તેને પોતાની સીટ પર બેસીને કપડાં પહેરવા કહ્યું. એક ક્રૂ મેમ્બરે મહિલાને સમજાવવાની કોશિશ પણ કરી અને તેને કહ્યું કે, પ્લેનમાં બાળકો પણ હાજર છે, ઓછામાં ઓછું તેણે આનું ધ્યાન રાખવું જોઈએ. દરમિયાન, જ્યારે એક ફ્લાઇટ એટેન્ડન્ટે મહિલાને બ્લેન્કેટથી ઢાંકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને ના પાડી. આ પછી મહિલાએ પ્લેનના કોકપીટમાં બેસવાની જીદ શરૂ કરી. કોકપિટ એ છે જ્યાં પાઇલટ અને કો-પાઇલટ એકસાથે બેસે છે. એન્ઝેલિકા મોસ્કવિટિનાએ કહ્યું કે, જો તેણીને કોકપીટમાં બેસવાની મંજૂરી આપવામાં આવે, તેના માટે તે માનસિક હોસ્પિટલમાં જવા અથવા જેલમાં જવા માટે પણ તૈયાર છે.

વીડિયોમાં મહિલાને એમ કહેતી પણ સાંભળી શકાય છે કે, તમે ભલે મને મારી નાંખો પણ મને ધૂમ્રપાન કરવા દો. આ પછી ફ્લાઈટના ક્રૂ મેમ્બરે તેને શાંત રહેવા કહ્યું, પરંતુ જ્યારે મહિલા તો પણ ના માની તો તેને વાયરથી બાંધી દેવામાં આવી. મહિલાએ પોતાની જાતને વાયરમાંથી બહાર કાઢી હતી. એન્ઝેલિકા મોસ્કો એરપોર્ટ પર પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી એરલાઇન કંપની એરફ્લોટે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મહિલા ફ્લાઈટમાં સિગારેટ પીવા અને કોકપીટમાં બેસવાનો આગ્રહ કરી રહી હતી. જે બાદ મહિલાની હરકતો જોઈને પાયલટે તેને બાંધવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp