જીવનના બાકી હતા માત્ર 12 કલાક, જીવ બચાવવા ડૉક્ટરોએ હૃદય બહાર કાઢ્યું, તો પણ..

PC: news18.com

હૃદયના ધબકારા બંધ થઈ જાય, તો વ્યક્તિ મૃત્યુ પામે છે. પણ જો તમને ખબર પડે કે કોઈ વ્યક્તિ હૃદય વગર જીવે છે તો તમે શું કહેશો. વાસ્તવમાં, એક દર્દીનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ કંઈક એવું કર્યું જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. આ વ્યક્તિ હૃદય વિના એક મહિનાથી વધુ સમય સુધી જીવતો રહ્યો. ટાઈમ્સ નાઉના એક અહેવાલ મુજબ, એક વ્યક્તિ હૃદયની ગંભીર બિમારીથી પીડિત હતો.

તેની પાસે જીવવા માટે માત્ર 12 કલાકનો સમય હતો. ત્યારપછી દર્દીનો જીવ બચાવવા ડોકટરોએ તેનું હૃદય કાઢી નાખ્યું અને તેની જગ્યાએ એક એવું ઉપકરણ લગાવ્યું જે શરીરમાં પલ્સ વગર તેના લોહીનું પરિભ્રમણ કરી શકે.

મળતી માહિતી મુજબ વર્ષ 2011માં 55 વર્ષીય ક્રેગ લુઈસ નામનો દર્દી એક જીવલેણ હૃદય રોગથી પીડિત હતો. તેને સારવાર માટે ટેક્સાસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેને એમાયલોયડોસિસ નામની એક દુર્લભ બીમારી છે. આ એક ઓટો ઈમ્યૂન બિમારી છે જેમાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ તેના પોતાના શરીર સામે કામ કરવાનું શરૂ કરે છે. આના કારણે શરીરમાં આંતરિક પ્રોટીન જમા થવા લાગે છે, જેના કારણે હૃદય, લીવર, કિડની થોડા દિવસોમાં કામ કરવાનું બંધ કરી દે છે. જો આ રોગથી પીડિત દર્દીઓને સમયસર સારવાર ન મળે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.

આ દુર્લભ બીમારીથી પીડિત દર્દીનો જીવ બચાવવા માટે ટેક્સાસના ડોક્ટરોએ તેના શરીરમાં એક ખાસ ડિવાઈઝ લગાવ્યું. તેની મદદથી શરીરમાં લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. તેને હૃદયના ધબકારાની જરૂર હોતી નથી. ડૉક્ટરોએ લુઈસનું હૃદય કાઢી નાખ્યું અને આ ડિવાઈઝને તેના શરીરમાં લગાવી દીધુ. હૃદય વિના, લુઈસ એક મહિના કરતાં વધુ સમય સુધી જીવતો હતો.

લુઈસના શરીરમાં ડિવાઈઝ લગાવતા પહેલા ડૉક્ટરોએ તેનો ટેસ્ટ પણ કર્યો હતો. લુઈસ પાસે બહુ ઓછો સમય હતો. તેથી જ તેની પત્ની લિન્ડાએ ડોક્ટરોને તેના પતિના શરીરમાં ડિવાઈઝ લગાવવાની પરવાનગી આપી. આ ડિવાઈઝ પહેલા તેમના શરીરમાં ડાયાલિસિસ મશીન, બ્રેથિંગ મશીન, શ્વાસ મશીન અને પંપ લગાવવામાં આવ્યા હતા. જોકે, આ બીમારીને કારણે લુઈસનું લિવર અને કિડની પણ ડેમેજ થઈ ગઈ હતી. એપ્રિલ 2011માં તેમનું નિધન થયું હતું. જોકે લુઈસ એક મહિનાથી વધુ સમય સુધી પલ્સ વિના જીવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp