ભયંકર દેવામાં ડૂબવાના કારણે ડિફૉલ્ટર થવાના આરે ઊભુ છે US! ટ્રેઝરી ચીફે કહી આ વાત

PC: hindustantimes.com

અમેરિકાની સરકારની સામે હાલ એક મોટું દેવા સંકટ ઊભું થઈ ગયુ છે. જો અમેરિકી કોંગ્રેસે 1 જૂન પહેલા સરકારની દેવા સીમાને ના વધારી તો સરકારી ખજાનો ખાલી થઈ શકે છે. તેના કારણે સમગ્ર દુનિયામાં આર્થિક સંકટ ઊભુ થઈ શકે છે અને અમેરિકાની ઇકોનોમિક લીડરશિપને એક મોટો ઝટકો લાગી શકે છે. અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેને કહ્યું કે, US સરકારના 31.46 ટ્રિલિયન ડૉલરના દેવા ચુકવવામાં ડિફોલ્ટ કરવાથી દુનિયાભરમાં આર્થિક સંકટ પેદા થઈ શકે છે. અમેરિકાની ટ્રેઝરી ચીફ જેનેટ યેલેને કોંગ્રેસને 31.4 ટ્રિલિયન ડૉલરની ફેડરલ દેવા સીમા વધારવા અને એક અભૂતપૂર્વ ડિફોલ્ટને ટાળવાની અપીલ કરી. યેલેને કહ્યું કે, જો એવુ ના થઈ શક્યું તો દુનિયાભરમાં આર્થિક મંદીનું જોખમ તો ઊભું થશે જ સાથે જ અમેરિકાની દુનિયાભરમાં ઇકોનોમિક લીડરશિપ પણ નબળી થવાનું જોખમ ઘણુ વધી જશે.

યેલેને સાત દેશોના સમૂહ G7ની સાથોસાથ ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલના નાણા મંત્રીઓ સાથે જાપાનમાં એક બેઠક પહેલા એક પ્રેસ કોન્ફ્રેન્સમાં આ કડક ચેતવણીઓ જાહેર કરી. યેલેને કહ્યું કે, દેવું ચુકવવામાં ડિફોલ્ટથી એ લાભો પૂર્ણ થવાનું જોખમ ઊભું થશે જે છેલ્લાં કેટલાક વર્ષોમાં મહામારીમાંથી બહાર આવવા માટે અથાગ મહેનત કરીને હાંસલ કરવામાં આવ્યા. સાથે જ આ એક વૈશ્વિક મંદીને પ્રોત્સાહન આપશે જે અમેરિકાને વધુ પાછળ લઈ જશે. તેનાથી દેશના રાષ્ટ્રીય સુરક્ષા હિતો પર પણ જોખમ વધશે. યેલેને કહ્યું કે, આ મુદ્દા પર રિપબ્લિકન પાર્ટીના અસહયોગથી સંકટ ઊભુ થયુ છે. ડિફોલ્ટના જોખમથી અમેરિકી સરકારની ક્રેડિટ રેટિંગમાં ઘટાડો આવી શકે છે. જેવુ કે, 2011માં દેવા સીમા વધારવાના ઝઘડા દરમિયાન થયુ હતું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પહેલા જ કહ્યું હતું કે, સરકારના બિલોને ચુકવવા માટે ટ્રેઝરીમાંથી પૈસા પૂર્ણ થતા પહેલા કોંગ્રેસે જો દેવાની સીમા વધારવાની મંજૂરી ના આપી તો 1 જૂનથી અમેરિકી ઇકોનોમીના મંદીમાં ફસાવાનું જોખમ છે.

નાણા મંત્રી યેલેને કહ્યું કે, આ સંકટ ઓટો ચુકવણી અને ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દરોને વધુ વધારી શકે છે. જ્યારે 1 જૂનની આસપાસ દેવા પર દરો પહેલાથી જ વધી રહ્યા હતા. તેના કારણે અમેરિકી અર્થવ્યવસ્થાએ મોટા ઝટકાનો સામનો કરવો પડશે. નાણાકીય બજારો, સંસ્થાઓ અને ઉપભોક્તાઓના ભરોસાના હલવાથી થનારી અસરની કલ્પના કરવી પણ સંભવ નથી. જો આ સંકટનું સમાધાન ના થયુ તો આવતા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને G7 નેતાઓની બેઠક માટે હિરોશિમાની યાત્રાનો કાર્યક્રમ છોડવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp