જો બાઇડન પોતાના પેટ ડોગ ‘કમાન્ડર’થી પરેશાન, 10 લોકોને કરડી ગયો છતા...

PC: people.com

આખા અમેરિકાને સંભાળનારા અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના પેટ ડોગને કારણે પરેશાન છે, અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડન પણ તેમના પેટ ડોગ ‘કમાન્ડર’ને કંટ્રોલ કરી શકતા નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ફરી એકવાર પોતાના પેટ ડોગને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. AFPના એક અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પેટ ડોગ કમાન્ડરે ઘણા લોકોને કરડ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી કેટલાક વ્હાઇટ હાઉસની અંદરના બનાવો છે. આ બીજી વખત છે જ્યારે બાઇડન પરિવારના કૂતરા પર કર્મચારીઓને કરડવાનો આરોપ લાગ્યો છે.

કમાન્ડર, એક જર્મન શેફર્ડ ડોગ છે જે પ્રથમ વખત 2021 માં એક ગલુંડીયા તરીકે વ્હાઇટ હાઉસ આવ્યો હતો. તેના લોકોને કરડવાની ઓછામાં ઓછી 10 ઘટનાઓ બાદ હવે તેણે ટ્રેનિંગના નવા રાઉન્ડમાંથી પસાર થવું પડશે. કમાન્ડર દ્વારા કરડવામાં આવેલા એક પીડિતને તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

CNNએ ફ્રીડો દ્વારા મેળવેલા સિક્રેટ સર્વિસ ઈમેલને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે આવી જ એક ઘટનામાં, ફર્સ્ટ લેડી જિલ બાઇડને પેટ ડોગને કંટ્રોલ કરી શક્યા નહોતા. જ્યારે ડોગ કમાન્ડરે સિક્રેટ સર્વિસના સભ્ય પર હુમલો કર્યો હતો.CNN સાથે વાત કરતા, જિલ બાઇડનના કોમ્યુનિકેશન ડિરેક્ટરે વ્યસ્ત વ્હાઇટ હાઉસને  પારિવારિક પાલતૂં જાનવરો માટે અનન્ય પરંતુ ઘણીવાર તણાવપૂર્ણ માહોલવાળી જગ્યા તરીકે વર્ણવ્યું હતું.

પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કહ્યું,  અમેરિકાનો પ્રથમ પરિવાર દરેક માટે પરિસ્થિતિને વધુ સારી બનાવવાની રીતો પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, કમાન્ડર માટે દોડવા અને કસરત કરવા માટે અલગ જગ્યા નક્કી કરવી અને તેને વધુ તાલીમ આપવાનો ઉલ્લેખ કર્યો.

વર્ષ 2021માં, ઓછામાં ઓછા એક વ્યકિતને કમાન્ડરે કરડવાની ઘટનાના થોડા સમય પછી તેને બાઇડન પરિવારના ડેલાવેયરમાં આવેલા ઘરે મોકલી આપવામાં આવ્યો હતો અને તેને વધારાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એ પછી જો બાઇડનના પારિવારિક મિત્રોના ઘરે પેટ ડોગ કમાન્ડરને મોકલી આપવામાં આવ્યો હતો.  બાઇડન દંપતી પાસે એક બિલાડી પણ છે, વિલો નામની ટૂંકા વાળવાળી ટેબ્બી કેટ.

જો બાઇડનને આ કમાન્ડર ડોગ તેમના બાઇએ ગિફ્ટમાં આપ્યો હતો.તસ્વીરો જોશો તો ખ્યાલ આવશે કે પેટ ડોગ કમાન્ડર એક આલિશાન જિંદગી જીવી રહ્યો છે. તે હમેંશા જો બાઇડન અથવા જિલ બાઇડનની સાથે જ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp