
કેરળના સુરેન્દ્રન K. ફોર્ટ બેન્ડ કાઉન્ટી, ટેક્સાસમાં 240મી ન્યાયિક જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. પરંતુ 51 વર્ષીય સુરેન્દ્રનનું જીવન સંઘર્ષોથી ઘેરાયેલું છે. એક સમય હતો જ્યારે સુરેન્દ્રન કેરળમાં બીડી બનાવતા હતા. આટલું જ નહીં, તેણે નોકર તરીકેનું કામ પણ કર્યું. પરંતુ ક્યારેય મહેનતથી હાર માની નહીં. તેઓ પોતાના મજબુત ઈરાદા સાથે આગળ વધતા રહ્યાં.
અમેરિકામાં સ્થાયી થયેલા કેરળના રહેવાસી સુરેન્દ્રન K. ફોર્ટ બેન્ડ કાઉન્ટી, ટેક્સાસમાં 240મી ન્યાયિક જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. પરંતુ તેમના માટે આ એક સ્વપ્ન સાકાર થવાથી ઓછું નથી. કારણ કે સુરેન્દ્રનના જીવનની કહાની એકદમ આશ્ચર્યજનક છે.
અહેવાલો અનુસાર, USમાં ચૂંટણી દ્વારા જિલ્લા ન્યાયાધીશોની પસંદગી કરવામાં આવે છે અને 51 વર્ષીય સુરેન્દ્રને ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં સીટિંગ જજને હરાવીને USમાં જિલ્લા ન્યાયાધીશ બનનાર પ્રથમ મલયાલી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
જજ તરીકે શપથ લેનાર સુરેન્દ્રન માટે આ રસ્તો સરળ ન હતો. કારણ કે, સુરેન્દ્રન કંઈ બચપણથી જ આમિર ઘરમાં ઉછરીને મોટા નહોતા થયા. તેમને તેમના જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. એક સમય હતો જ્યારે સુરેન્દ્રન કેરળમાં બીડી બનાવતા હતા. વાસ્તવમાં સુરેન્દ્રનના માતા-પિતા સામાન્ય રોજમદાર કામદાર હતા. પરંતુ તેની કમાણીથી ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ હતો. તેથી સુરેન્દ્રનને ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે બીડી રોલર તરીકે કામ કરવું પડતું હતું.
જ્યારે સુરેન્દ્રને ધોરણ 10 પછી એક વર્ષનો બ્રેક લીધો હતો, ત્યારે આ સમયગાળા દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સુરેન્દ્રન ક્યારેય હિંમત હારી ન હતી. મજબુત ઈરાદા અને સખત મહેનતના આધારે તે આગળ વધતા રહ્યાં. તેમણે આગળનું શિક્ષણ અને સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. આ સાથે તેમણે પોતાનું ગુજરાન ચલાવવા માટે પાર્ટ ટાઈમ નોકરી પણ કરી. પરંતુ આ કામના કારણે તેમણે ક્યારેય તેમના અભ્યાસ પર અસર પડવા દીધી ન હતી.
કોઝિકોડની એક કોલેજમાં LLBમાં એડમિશન લીધા બાદ તેણે એક હોટલમાં કામ કર્યું અને 1995માં કાયદાની પરીક્ષા પાસ કરી અને તરત જ કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી શુભા તેના જીવનમાં આવી. તે વ્યવસાયે નર્સ હતી. શુભા સાથે લગ્ન કર્યા બાદ સુરેન્દ્રન દિલ્હી આવી ગયા અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા.
2007માં તેમની પત્નીને અમેરિકામાં કામ કરવાની તક મળી અને સુરેન્દ્રન પણ શુભા સાથે અમેરિકા ગયો. જો કે તેમનો ઝુકાવ કાનૂન તરફ વધુ હોવાના કારણે, તેમણે થોડા સમય માટે સુપરમાર્કેટમાં કામ કર્યું અને પછી ટેક્સાસ બારની પરીક્ષા આપી અને પાસ કરી.
આ પછી સુરેન્દ્રને યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન લો સેન્ટરમાં LLMમાં એડમિશન લીધું. આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થયા બાદ તેમણે ફરી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
It.
— Surendran K. Pattel , 240th district court judge (@surendran4judge) December 16, 2021
Is.
Official!
I am proud and excited to announce my candidacy and my campaign for judge of District Court 240.
On Monday afternoon, I submitted my application to run in the March 1, 2022, Democratic primary election.#firmonlawfaironjustice pic.twitter.com/KN8zJLkZFu
સુરેન્દ્રન કહે છે કે, બીડી બનાવવાના અને ઘરના નોકર તરીકે કામ કરવાના તેમના દિવસોએ તેમને તેમનું શિક્ષણ પૂરું કરવા અને અમેરિકામાં સફળતા હાંસલ કરવાની પ્રેરણા આપી. પરંતુ તેમના આ સંઘર્ષે જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp