ભાગેડુ નિત્યાનંદને મોટો ઝટકો, અમેરિકાએ રદ્દ કરી ‘કૈલાસ’ સાથેની ખાસ ડીલ

ભારતથી ભાગીને તથાકથિત અલગ દેશ ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ (USK) વસાવવાનો દાવો કરનારા નિત્યાનંદને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ એક સિસ્ટર સિટી એગ્રીમેન્ટને રદ્દ કરી દીધું છે. અમેરિકાના રાજ્ય ન્યૂજર્સીના શહેર નોવર્કે 12 જાન્યુઆરીના રોજ કૈલાસા સાથે એક સિસ્ટર સિટી એગ્રીમેન્ટ કર્યું હતું. આ એગ્રીમેન્ટને નિત્યાનંદે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને દાવો કર્યો હતો કે અમેરિકાએ એ દેશને માન્યચા આપી દીધી છે. નોવાર્ક સંચાર વિભાગના પ્રેસ સચિવ સજેન ગેરોફલોએ કહ્યું કે, તેમને કૈલાસાની હકીકત બાબતે ખબર નહોતી.

જ્યારે તેમને જાણકારી મળી તો નોવર્ક શહેરે 18 જાન્યુઆરીના રોજ એક્શન લેતા સિસ્ટર સિટી ડીલને રદ્દ કરી દીધી. ગેરોફલોએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, નોવાર્ક શહેર અલગ-અલગ સંસ્કૃતિના લોકો સાથે ભાગીદારી કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી એક બીજા સાથે કનેક્ટિવિટી, સમર્થન અને અરસપરસ સન્માનને સારો કરી શકાય.

શું હોય છે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ?

સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ એક રાજ્યની બીજા દેશ સાથે એક શહેરનું બીજા શહેર અને બે સમુદાયો વચ્ચે એક વ્યાપક આધારિત, દીર્ઘકાલીન ભાગીદારી હોય છે. એ ત્યારે થાય છે, જ્યારે બે શહેરોના ચૂંટાયેલા કે નિમણૂક થયેલા અધિકારી એક સમજૂતી પર હસ્તાક્ષર કરે છે. એક શહેરમાં ઘણી સિસ્ટર સિટીઝ હોય શકે છે, જેમાં સામાજિક ભાગીદારી નિભાવનારી સંખ્યા સેકડો સુધી હોય શકે છે.

રેપનો આરોપી છે નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદ બળાત્કાર અને સેક્સુઅલ હેરેસમેન્ટના ઘણા કેસોનો આરોપી છે. તે જેલ જવાના ડરથી વર્ષ 2019માં ભારત છોડીને ભાગી ગયો હતો. તે ત્યારથી જ અલગ દેશ વસાવવાનો દોવો કરી રહ્યો હતો. તેના તથાકથિત દેશ ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’નું લોકેશન તો સામે આવ્યું નથી, પરંતુ તેણે પોતાનો પાસપૉર્ટ અને ઝંડો લોંચ કરી દીધો છે. તેના માટે તેણે રિઝર્વ બેંક ઓફ કૈલાસ પણ શરૂ કરી લીધી છે. નિત્યાનંદ પોતાને ભગવાન શિવનો અવતાર માને છે.

ગયા મહિને જ કૈલાસના પ્રતિનિધિઓએ જિનેવામાં બે સંયુક્ત રાષ્ટ્રની સાર્વજનિક બેઠકોમાં ભાગ લીધો હતો. 22 ફેબ્રુઆરીના રોજ આયોજિત સત્રમાં મહિલાઓ વિરુદ્ધ ભેદભાવ નિવારણ પર આયોજિત સત્રમાં નિત્યાનંદના કથિત દેશ કૈલાસની પ્રતિનિધિ વિજયાપ્રિયા નજરે પડી હતી. ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ પણ USKના પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્રના સત્રમાં નજરે પડ્યા. આ મામલાએ જોર પકડ્યો તો UNએ સફાઇ આપી અને કહ્યું કે, UNની આ સમાન્ય બેઠકો હોય છે, જેમાં કોઈ પણ પોતાના વિચાર રાખી શકે છે. જે વિષય પર બેઠક થઈ રહી હતી, USKના પ્રતિનિધિના વિચાર તેની વિરુદ્ધ એટલે કે અપ્રાસંગિક હતા એટલે તેમના વિચારોને અંતિમ રિપોર્ટ સામેલ નહીં કરવામાં આવે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.