દુનિયા માટે આ ખતરનાકઃ ચીનની સેના સાથે ગઠબંધન, જિનપિંગ સાથે મીટિંગમા બોલ્યા પુતિન

PC: globaltimes.cn

યુક્રેનમાં છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાનો શુક્રવારે સંકલ્પ લીધો હતો. આ દરમિયાન રશિયા તરફથી યુક્રેન પર ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે ડ્રોન અને રોકેટથી હુમલા કરવામાં આવ્યા. વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દ્વિપક્ષીય વાતચીત દરમિયાન યુક્રેનનો સીધી રીતે ઉલ્લેખ ન કર્યો, પરંતુ તેમણે ભૂ-રાજનૈતિક તણાવ અને મુશ્કેલ આંતરરાષ્ટ્રીય સ્થિતિ વચ્ચે મોસ્કો અને બીજિંગ વચ્ચે મજબૂત થતા સંબંધોના વખાણ કર્યા.

વ્લાદિમીર પુતિને કહ્યું કે, વધતા ભૂ-રાજનૈતિક તણાવોને ધ્યાનમાં લઇને રશિયા અને ચીની રણનૈતિક ભાગીદારી વધી રહી છે. પુતિને શી જિંનપિંગને વસંતમાં મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું. તેની સાથે જ તેમણે કહ્યું કે, દુનિયા ચીન અને રશિયાને નજીકથી જોશે. લગભગ 8 મિનિટના પોતાના સંબોધનમાં વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા અને ચીનના સંબંધની ગાઢતા દુનિયા જોશે. તેમનું ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગને વધારવાનું છે.  જવાબમાં શી જિનપિંગે કહ્યું કે, રશિયા સાથે ચીન મુશ્કેલ સમયમાં રણનૈતિક સહયોગ વધારવા માટે તૈયાર છે.

વ્લાદિમીર પુતિન અને જિનપિંગે સૈન્ય ગઠબંધન વધારવાની વાત એવા સમયમાં કહી છે જ્યારે થોડા દિવસો અગાઉ બંને દેશોની નૌકાદળોએ મિલિટ્રી એક્સરસાઇઝ કરી હતી. આ દરમિયાન યુક્રેનમાં અધિકારીઓએ ગુરુવારે ઉર્જા કેન્દ્ર અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોને નિશાનો બનાવીને કરવામાં આવેલા રશિયન મિસાઇલ હુમલામાં મૃતકોની સંખ્યા વધવાની વાત કહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રશિયન સુરક્ષાબળોનો આ સૌથી ભીષણ હુમલો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ઉપપ્રમુખ કિરિલો ટીમોશેન્કો મુજબ હુમલામાં 4 લોકોના મોત થઇ ગયા.

યુક્રેનની સેનાએ શુક્રવારે કહ્યું કે, રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેનના મહત્ત્વપૂર્ણ કેન્દ્રોને નિશાનો બનાવીને કુલ 85 મિસાઇલો નાખી અને 35 હવાઇ હુમલા કર્યા. સેનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાએ મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમથી પણ 64 હુમલા કર્યા. યુક્રેનની વાયુ સેનાએ કહ્યું કે, ગુરુવારે સવારે મુસાઇલ હુમલા બાદ રશિયન સેનાએ ઇરાન નિર્મિત શાહેદ-131/136 ડ્રોનથી ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે હુમલા કર્યા. વાયુ સેનાએ કહ્યું કે બધા ડ્રોન પાડી દેવામાં આવ્યા. કીવના મેયર વિતાલી ક્લિત્સકોએ કહ્યું કે, રાજધાનીને નિશાનો બનાવીને આ હુમલા કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp